ખાનગી કંપનીની ઓરડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં રાજસીતાપુર ગામે આવેલી એગ્રીની ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા લવલેશભાઈ યાદવ (ઉમર:27) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કંપનીની ઓરડીમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે આ અંગે કંપનીના અન્ય કર્મચારીઓને જાણ થતા તાત્કાલિક તાલુકા પોલીસને ઘટના અંગે જાણકારી આપી હતી જેને લઇ ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે મૃતક યુવાન પરપ્રાંતીય જીવનથી તેઓના પરિવારજનોને જાણ કરી પોલીસે એક્સિડન્ટલ ડેથ અંગે જાણવા જોગ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.