અગાઉ આત્મવિલોપન અંગે લેખિત રજૂઆત છતાં તંત્ર ગંભીરતા ન દાખવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સાયલા તાલુકાના થોરિયાળી ગામે રહેતા દલિત સમાજના પરિવારને અગાઉ મળેલી જમીન અંગે વારંવાર લેખિત રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ નિર્ણય નહીં આવતા અંતે મામલતદાર અને તલાટી મંત્રી સહિતનાઓ સામે ગંભીર આક્ષેપ સાથે દલિત પરિવારે 17 ફેબ્રુઆરીના રોજ આત્મવિલોપન અંગે લેખિત જાણ કરી હતી જે બાદ 25 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે સાયલા મોર્ડર ખાતે દલિત પરિવારના ધનીબેન કરશનભાઈ મકવાણા તથા પ્રવીણભાઈ કરશનભાઈ મકવાણા દ્વારા ઝેરી દવા પી આત્મવિલોપન કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે સદનસીબે તાત્કાલિક બંને માતા પુત્રને ઇમરજન્સી સેવા મળી રહેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હાજર તબીબો દ્વારા સારવાર શરૂ કરી હતી પરંતુ ન્યાયની માંગ સાથે આત્મવિલોપન સુધીનું પગલું ભરવું પડે તે અહીંના તંગીની નફ્ફટાઈ અને બેદરકારી છતી કરે છે આ સાથે દલિત પરિવારે અગાઉ આત્મવિલોપન અંગે લેખિત જાણ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા આ ગંભીર બાબતને સામાન્ય અરજીની માફક સમજી સાયલા મામલતદાર કચેરી ખાતે તકેદારી રાખી હોટ તો કદાચ આ બનાવ અટક્યો હોત જે અંગે પણ તંત્ર બેદરકાર હોવાનું સ્પષ્ટ થયું છે.



