શેરડીનો એફઆરપી વધીને રૂ. 315 થયો
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે આજે શેરડીના એફઆરપી (ફેર એન્ડ રેમ્યુનેરેટિવ પ્રાઇસ)માં ક્વિન્ટલ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ 2023-24 માટે શેરડીનો એફઆરપી વધીને 315 થઇ ગયો છે. જેનો અર્થ થાય છે કે મિલોને એક ક્વિન્ટલ શેરડી માટે ખેડૂતોને ઓછામાં ઓછા 315 રૂપિયા ચુકવવા પડશે. સરકારના આ નિર્ણયથી દેશના પાંચ કરોડ ખેડૂતોને લાભ થશે.
- Advertisement -
વડાપ્રધાન નરન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની બેઠકમાં એફઆરપી (યોગ્ય અને લાભકારી મૂલ્ય)માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માર્કેટિંગ વર્ષ 2022-23 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) કરતા 2023-24ના શેરડીના એફઆરપીમાં 3.28 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે 2022-23માં શેરડીનો એફઆરપી ક્વિન્ટલ દીઠ 305 રૂપિયા હતો.
ઉલ્લેખનીય છે કે વર્તમાન માર્કેટિંગ વર્ષ 2022-23માં સુગર મિલોએ 1,11,366 કરોડ રૂપિયાના ખર્ચે 3353 લાખ ટન શેરડી ખરીદી હતી. સુગર સિઝન 2023-24 માટે એક ક્વિન્ટલ શેરડીની પડતર 157 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલ અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ સંશોધન અને વિકાસને વેગ આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ નિર્ણય વર્તમાન અને ભવિષ્યના ભારત માટેનો છે. આ નિર્ણયથી સ્ટાર્ટઅપને પણ ફાયદો થશે.
- Advertisement -
કેબિનેટે વૈકલ્પિક ખાતરો તથા કેમિકલ ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે નવી સ્કીમ પીએમ-પ્રણામ)ને મંજૂરી આપી છે. પીએમ-પીઆરએએનએએમનો અર્થ પીએમ પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન, અવેરનેસ, જનરેશન, નોરિશમેન્ટ અને અમેલિઓરેશન ઓફ મધર અર્થ થાય છે.
આ સ્કીમ અંગે ઉદાહરણ આપતા ખાતર પ્રધાને જણાવ્યું હતું કે જો કોઇ રાજડય 10 લાખ ટન પરંપરાગત ખાતરનો ઉપયોગ કરે છે અને તે આ ખાતરના ઉપયોગમાં ત્રણ લાખ ટનનો ઘટાડો કરે છે તો તેની સબસિડી બચત 3000 કરોડ રૂપિયા થશે. જે પકી 1500 કરોડ રૂપિયા કેન્દ્ર આપશે.