- પૂજા કગથરા
ખાંડ કે જે આપણને ખાવાથી ખુબજ મીઠી લાગે છે. પરંતુ ખરેખર તે શરીર માટે કડવી છે ખાંડ ખાવાને લીધે મગજ માં બીટા-એન્ડોર્ફિન ના ઘસારા ને લીધે આપણને સ્વાદનો અનુભવ થાય છે. પરંતુ લાંબા ગાળે રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબજ ખરાબ છે. જો તે નિયંત્રીત માત્રા માં ન લેવામાં આવે તો માનવ શરીર માટે ઝેર સિવાય કાંઇ નથી.
(1) હૃદય રોગ: ખાંડના અતિશય સેવનથી ગ્લુકોઝ -6-ફોસ્ફેટ (66ઙ)માં વધારો થાય છે જે મુખ્ય્ત્વે હ્રદયના સ્નાયુઓમાં પ્રોટીન ના ફેરફાર માટે જવાબદાર છે. જેનાથી હ્રદય રોગનું જોખમ વધે છે. ખાંડના સેવનથી વજનમાં વધારો અને મેદસ્વીતાપણા થાય છે. જે સીધો હ્રદય સાથે જોડાયેલ છે. સુગર પેટની આસપાસ ચરબીનો સંગ્રહ કરે છે. તેને વિસેરલ ફેટ કહેવામાં આવે છે. જે રક્તવાહીનીના રોગનું જોખમ વધારે છે ચરબી ધમનીની આસપાસ પણ એકઠી થાય છે જે લોહીના પ્રવાહને વિક્ષેપિત કરે છે અને બ્લોકેજનું કારણ પણ બને છે તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક થઈ શકે છે.
(2) ડાયાબીટીસ: આપણે બધા જાણીએ છીએ કે સુગર યુક્ત ખોરાક નો વધુ પડતો ઉપયોગ અને અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ એ ડાયાબીટીસનું મુખ્ય કારણ છે. આહારમાંથી ખાંડને દૂર કરવાથી સ્વાદુપિંડમાંથી વધારે ઈન્સ્યુલીનના સ્ત્રોત ને અટકાવીને સંતુલિત કરી શકાય છે. અને ડાયાબીટીસ ના જોખમને અટકાવી શકાય
(3) કેન્સર: ખાંડને લીધે સ્ટૂલ મા પિત એસિડસની સાંદ્રતા માં વધારો થઈ શકે છે. જે કેન્સર પેદા કરતા સંયોજનો અને કોલોન કેન્સર માટે પણ જવાબદાર છે
(4)ડેન્ટલ પ્રોબ્લેમ: ખાંડ એ ડેન્ટલ પ્રોબ્લેમનું મુખ્ય કારણ છે. ખાંડને લીધે દાંતમાં રહેલા બેકટેરીયાનો ગ્રોથ વધે છે જે દાંતમાં પોલાણનું કારણ બને છે તથા દાંતમા ટાર્ટાર ના નિર્માણ માં પણ મુખ્ય કારણ બને છે.
(5) અન્હેલ્ધી સ્કીન:- ખાંડ એ ત્વચાની અનેક સમસ્યા ઉભી કરે છે સુગર એ ગ્લાયકેશનનું કારણ બને છે. ગ્લાયકેશન એટલે કે ખાંડ એ ત્વચામાં રહેલા પ્રોટીન સાથે જોડાય છે અને આ જોડાણ ને લીધે પ્રોટીનનું કાર્ય અટકે છે અથવા વિક્ષેપન આવે છે જે ને પરીણામે ત્વચા માં કરચલી પડે છે અને નિસ્તેજ થાય છે આ ઉપરાંત ખાંડનો વધારે પડતો ઉપયોગ એ અકાળે વૃધ્ધત્વ તરફ દોરી જાય છે જેનાથી ખાસ કરીને મગજ અને કોષોનું નું વૃધ્ધત્વ ઝડપથી આવે છે
(6) સગર્ભાવસ્થા
સગર્ભાવસ્થા દરમિયાન ખાંડનો વધુ ઉપયોગ એ માતા અને પેટમા રહેલ બાળક માટે ખુબજ નુકશાન કારક છે. ખાંડ એ બાળકના સ્નાયુબળના ઉત્પાદનને અસર કરે છે. ખાંડના વધારે પડતા ઉપયોગ થી આલ્બ્યુમિન અને લિપોપ્રિટીન્ની કાર્યક્ષમતા પર ખુબ ખરાબ અસર થાય છે જે શરીર દ્વારા ચરબી અને કોલ્સ્ટ્રોલના નિયંત્રણ ને અટકાવે છે
ખાંડના નિયમિત વપરાશથી પેશીઓની
સ્થિતિ સ્થાપકતા અને કાર્યમાં ઘટાડો થાય છે
આપણને લાગે છે કે આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા અથવા ઓછો કરીએ છીએ પરંતુ ખાંડ એ આપણા શરીરમાં કોઈ ને કોઈ ફોમ માં જાણતા અજાણતા આપણે લેતા જ હોય છીએ એમાં ગુજરાતીઓ સ્વાદના શોખીન હોવાને લીધે ખોરાક ને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડી -ઘણી ખાંડ દાળ-શાક માં ઉપયોગ કરતા જ હોય છે પરંતુ આ બે દાણા ખાંડ એ આપણા શરીરે માં મોટી ધમાચકડી ઉભી કરે છે માટે ખાંડનો ઉપયોગ ટાળવો જોઈએ સુગરના ઘણા બધા પ્રાકૃતિક સ્વરૂપો છે મધ અને ગોળ એ ખુબ સારા પ્રાકૃતિક સ્વરૂપો છે અને તેનો સ્વાદ પણ ખુબ મધૂર હોય છે. જેની ગ્લાયસેમીક ઈન્ડેક્ષ ખુબ ઓછી હોય છે. માટે સ્વાદમાં વધારો કરવા માટે મધ અને ગોળ નો ઉપયોગ લાભદાયક છે આવો આપણે સાથે મળીને આપણા પોતાના જ રસોડામાં રહેલા સફેદ ઝેર ને મોટુ ૠઘઘઉ ઇઢઊ કહીએ અને ખુબ સ્વસ્થ રહીએ મસ્ત રહીએ.
ALWAYS STAY POSITIVE AND CHEERFUL