રાજ્યમાં એકાએક ઠંડીનો પારો વધતા જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું હતું. રાજ્યનાં 20 શહેરોમાં તાપમાન ઘટ્યું હતું. 20 શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવા પામ્યું હતું.
હવામાન વિભાગ દ્વાર આગાહી કરી છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યનાં જીલ્લાઓમાં 24 કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ આગાી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે.
- Advertisement -
8 જાન્યુઆરી રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા
તેમજ હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.
9 તેમજ 10 તારીખે રાજ્યનાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
જ્યારે 9 તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જ્યારે તા. 10 નાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ નોંધાયું તાપમાન
આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છું. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13.8 અને 12 ડિગ્રી.જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 14.6, 16.4 અને 10.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદ, અમરેલી, મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે.