બ્રેઈન સ્ટોક એટલે એક એવી સ્થિતિ કે જેમાં મગજ સુધી બિલકુલ પણ લોહી પહોંચતુ નથી અને મગજની નસો અંદર જ ફાટી જાય છે. આ પરિસ્થિતિ જીવલેણ હોય છે.
1. બ્રેઈન સ્ટ્રોક
બ્રેઈન સ્ટ્રોક એક એવી અવસ્થા છે કે જો તેમાં માણસ બચી જાય છે તો તેને વિકલંગતા પણ આવી શકે છે. બ્રેઈન સ્ટ્રોકની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય કે વૈશ્વિક સ્તરે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુનું કારણ બ્રેઈન સ્ટ્રોક હોય છે.
- Advertisement -
2. દર વર્ષે 50 લાખ બ્રેઈનસ્ટ્રોકના શિકાર
WHOના આંકડા મુજબ દર વર્ષે દુનિયામાં લગભગ 50 લાખ લોકોના મોતનું કારણ બ્રેઈન સ્ટ્રોક છે અને દોઢ કરોડથી વધુ લોકો તેના શિકાર બને છે.
3. અનહેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટ્રોકનું મુખ્ય કારણ
ડોકટરો આને ચિંતાનો વિષય માને છે અને લોકોને સ્ટ્રોકના જોખમથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની અપીલ પણ કરે છે. ડૉક્ટરોના મતે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટ્રોકનું મુખ્ય કારણ છે. સ્ટ્રોક સંબંધિત લક્ષણોને અવગણવા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
4. સ્ટ્રોકના અઠવાડિયા પહેલા દેખાશે આ લક્ષણ
બ્રેઈન સ્ટ્રોક આવે તે પહેલાં શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે. શરીરમાં સ્ટ્રોકના કેટલાક પૂર્વ-લક્ષણો પણ દેખાવા લાગે છે. આમાંના કેટલાક એક અઠવાડિયા પહેલા દેખાઈ શકે છે. જો આ લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો દર્દીને સમયસર સારવાર આપી શકાય છે અને તેના બચવાની શક્યતા પણ વધી શકે છે.
- Advertisement -
5. કયા છે આ લક્ષણો
એક રિપોર્ટ મુજબ સ્ટ્રોકનું જોખમ વધવાના ઘણા કારણો છે જેમ કે પરિવારના કોઈ સભ્યને ભૂતકાળમાં સ્ટ્રોક આવેલો હોવું કે પછી વધુ ઉંમર, હાઈ બ્લડપ્રેશર, બેઠાડુ જીવન, કસરત ન કરવા જેવી આદતોને કારણે બગડેલી જીવનશૈલી અને આ ઉપરાંત ધૂમ્રપાનની આદત. આ બધા કારણોને લીધે લોકોમાં સ્ટ્રોક અને મિની સ્ટ્રોક જેવી સ્થિતિઓના જોખમ વધી શકે છે.
6. મિની સ્ટ્રોક
મિની સ્ટ્રોકએ સ્ટ્રોકનો સૌથી મોટો સંકેત છે, તે ઉપરાંત પણ સ્ટ્રોક પહેલા આ સંકેતો જોવા મળે છે.
7. પેરાલીસીસ
ચહેરા કે શરીરનો એક ભાગનો હિસ્સો કામ કરતો બંધ થઈ જાય છે કે પેરાલીસીસની અસર થાય છે.
8. તકલીફ
ચોખ્ખું બોલી શકવામાં તકલીફ થવી.
9. આંખ
આંખે દેખાતું ઓછું થઈ જવું. કોઈ વસ્તુ કે વ્યક્તિ ડબલ દેખાવા.
10. બેલેન્સ ગુમાવવું
ચાલતી વખતે બેલેન્સ ના રાખી શકવું કે ચાલતા ચાલતા પડી જવું.
11. હાથ
હાથ સુન્ન થઈ જવા.
12. ભણકારા
ભણકારા થવા અને કોઈ વાત સમજવામાં તકલીફ થવી.
13. શરીરમાં કમજોરી
ચક્કર આવવા કે શરીરમાં કમજોરી વર્તાય.