ફેસ્ટિવલ સિઝનમાં ઉપહારોની લેવડ-દેવડ કરવી સામાન્ય વાત છે. પરંતુ અમુક ઉપહારનો તમારે ભૂલથી પણ સ્વીકાર ના કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા પ્રસરી જાય છે અને પરિવારમાં ઝગડા શરૂ થાય છે.
તહેવારોની સિઝન ચાલી રહી છે. એવામાં ઉપહારોની લેવડ-દેવડ થવી સામાન્ય વાત છે. તમે પણ કોઈને ગિફ્ટ આપી રહ્યાં હશો તો ક્યાકથી તમને ઉપહાર મળી રહ્યાં હશે. અમુક ભેટ શુભ માનવામાં આવે છે. જે મળતા આપણુ દિલ ખુશ થાય છે. તો કેટલીક ભેટ એવી હોય છે, જે પોતાની સાથે ઘરમાં નકારાત્મક ઉર્જા પણ લઇને આવે છે. એવામાં આપણે ભૂલથી પણ આવા ઉપહારોનો સ્વીકાર ના કરવો જોઈએ અને તેને પોતાના ઘરે પણ લઇ જવા ના જોઈએ. આવો જાણીએ આ ઉપહાર કયા-કયા છે.
- Advertisement -
ધારદાર વસ્તુઓ ભેટમાં ન લેશો
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ તમને કાતર, છરી, ચાકુ અથવા અન્ય કોઈ ધારદાર વસ્તુ ભેટમાં આપવાનો પ્રયાસ કરે તો તેને વિનમ્રતાપૂર્વક ઠુકરાવી દેવી જોઈએ. આવી ધારદાર વસ્તુઓ ઘરની શાંતિ માટે યોગ્ય હોતી નથી અને તેેના આગમનથી પરિવારના સભ્યોમાં ઝગડા વધી જાય છે. આ સાથે આર્થિક પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે.
- Advertisement -
ડૂબતા સૂર્યની તસ્વીર
આપણે ક્યારેય પણ ડૂબતા સૂર્યની તસ્વીર અથવા પ્રતિમા ભેટ તરીકે સ્વીકાર ના કરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં ડૂબતા સૂર્યને નિરાશાનુ પ્રતિક માનવામાં આવે છે. જો તમે પણ ડૂબતા સૂર્યની તસ્વીર ઘરમાં લઇને આવો છો તો તમારું જીવન પણ પરેશાની અને નિરાશાથી ભરતા વાર નહીં લાગે. એવામાં તમે આ ભેટનો સ્વીકાર ના કરો તો તમારા માટે શ્રેષ્ઠ રહેશે.
હિંસક પ્રાણીઓની તસ્વીરથી બચો
ભેટમાં ચિત્તો, વાઘ, સિંહ, વરુ, શિયાળ અથવા બીજા હિંસક પ્રાણીઓની તસ્વીર અથવા પ્રતિમા લેવી અથવા આપવામાં આવી શુભ માનવામાં આવતુ નથી. કહેવાય છે કે આ તસ્વીરો મનમાં હિંસાના ભાવને વધારે છે, જેનાથી પરિવારજનોમાં ગુસ્સો, ચિડિયાપણુ ઉભુ થાય છે અને હિંસાના મામલા વધે છે. તેથી આવી તસ્વીરોના લેવડ-દેવડથી જેટલુ બચાય તેટલુ સારું રહે છે.