ભારતીય સેના હવામાં જ દુશ્મન દેશોને ચટાડશે ધૂળ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
ભારતીય સેનાની તાકાતમાં ફરી એક વાર વધારો થયો છે. આજે સવારે 8:35 વાગ્યે અબ્દુલ કલામ દ્વીપ પરથી સ્માર્ટ 03 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ સૌથી પહેલા નેવી માટે બનાવવામાં આવી હતી. આજે તેના લેન્ડ વર્ઝનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. જમીનથી હવાઈ હુમલા માટે આ મિસાઇલ તૈયાર કરવામાં આવી છે. આ મિસાઈલ દુશ્ર્મનની કોઈપણ મિસાઈલને તોડી પાડવાની શક્તિ ધરાવે છે. આ મિસાઈલ પોતાના ટાર્ગેટને નષ્ટ કરવામાં સફળ રહી હતી.
આ મિસાઇલ એક્ઝો-એટમોસ્ફેરિક મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટર છે. તેનો ઉપયોગ થિયેટર બેલિસ્ટિક મિસાઈલ સંરક્ષણ માટે થાય છે, જે એજીસ વેપન સિસ્ટમનો ભાગ છે. આ મિસાઈલને ખૂબ જ ઘાતક મિસાઈલ ગણાવવામાં આવી છે. મિસાઇલ તેમના ફ્લાઇટ પાથ દ્વારા બેલિસ્ટિક મિસાઈલને વચ્ચેથી અટકાવવા માટે હિટ-ટુ-કિલ કાઇનેટિક વેજ વ્હીકલનો ઉપયોગ કરે છે. અગાઉ આ મિસાઈલને જહાજોમાં તૈનાત કરવા માટે બનાવવામાં આવી હતી. પરીક્ષણના દરમિયાન ઉછઉઘ અને ઈંઝછ સાથે સંકળાયેલ વરિષ્ઠ અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની એક ટીમ સ્થળ પર હાજર હતી.