NSUI ના વીદ્યાર્થી-નેતા મેહુલ પંચાલએ તા.૧૦/૬/૨૦૨૧ ના રોજ કરેલી રજુઆત જેમાં કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.કે.એન.ખેરને ફોનમાં જણાવવામાં આવ્યું હતું આ વીદ્યાર્થીઓની માનસીક સ્થિતિ ૧ વષૅની પરીક્ષા બાકી અને એક વષૅની નવી શરૂઆત કરવામાં આવતા ખરાબ છે આને ધ્યાને લઇ મેહુલભાઈ દ્ધારા રજુઆત કરવામાં આવી કે તો આ વીદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવાશે? શું લેવાશે? અને ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે તેને લઈને ડો.કે.એન.ખેર સાહેબ દ્ધારા આ મુદ્દે રજૂઆતની બાદ આજે સવારે પરીક્ષાના ફોર્મને લઈને પરીપત્ર જાહેર કરવામાં આવી ચુક્યો છે જેથી વીદ્યાર્થીઓ મુંઝવણથી બહાર આવી ચુક્યા છે કે તેમની પરીક્ષા લેવામાં આવશે.
મેહુલ પંચાલ દ્ધારા વધુમાં જણાવવામાં આવ્યું કે તેઓને કાલે ફોન પર ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમને જણાવવામાં આવ્યું કે પાછલા વર્ષે અનુસ્નાતકના વીદ્યાર્થીઓને પણ મેરીટ-બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું છે જ્યારે મેહુલ પંચાલ તરફથી GTU નો જ પરીપત્ર ડો.કે.એન.ખેર સાહેબને જણાવવામાં આવ્યું કે આ વીદ્યાર્થીઓની પરીક્ષા પાછલા વર્ષે લેવાઈ હતી અને તે સમયે ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓને સ્નાતક કોસૅમાં ધ્યાને લઇ પ્રમોશન આપવામાં આવ્યું હતું જ્યારે આ વખતે આ વીદ્યાર્થીઓને અનુ-સ્નાતક કોસૅમાં ધ્યાને રાખીને પરીક્ષા લેવાવાની છે જેને લઈને મેહુલ પંચાલ દ્ધારા ઓનલાઇન પીટીશનથી આંદોલન ની શરૂઆત કરવામાં આવી ચુકી છે જેમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


