રાજકોટના ફ્રી કોચિંગ કેમ્પના ખેલાડીઓ વચ્ચે ટેનિસ બોલ ટૂર્નામેન્ટ યોજાઈ; માસ્ટર જેગુઆર ટીમ ચેમ્પિયન બની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં નાનીથી લઈને મોટી ઉંમરના લોકોને વિનામૂલ્યે ક્રિકેટ કોચિંગ આપતા કેમ્પ દ્વારા ટુર્નામેન્ટનો અનુભવ પૂરો પાડવા માટે માસ્ટર કપ 9 ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 09-11-2025, રવિવારના રોજ શિવમ ક્રિકેટ ગ્રાઉન્ડ, વાજડી ખાતે શ્રી નિકુંજભાઈ નિમાવત (મહારાજ) ના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
- Advertisement -
આ ટુર્નામેન્ટમાં માસ્ટર જેગુઆર ટીમ (કેપ્ટન ભૌમિક મામતોરા) ચેમ્પિયન બની હતી, જ્યારે માસ્ટર ઈગલ ટીમ (કેપ્ટન ચિરાગ ચિત્રોડા) રનર્સ અપ રહી હતી, અને માસ્ટર ચિતા (કેપ્ટન હિતેષ વૈષ્ણવ) ત્રીજા સ્થાને રહી હતી.
વ્યક્તિગત પ્રદર્શન બદલ કૌશલ દવેને માસ્ટર ઑફ બેટિંગ, જીગ્નેશ દવેને માસ્ટર ઑફ બોલિંગ, ભૌમિક મામતોરાને માસ્ટર ઑફ ફિલ્ડિંગ અને વિશાલ ડાભીને માસ્ટર ઑફ ટુર્નામેન્ટનો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્રુમીલભાઈ દેવમુરારી, પીયુશભાઈ વૈષ્ણવસ્વામી, નિશાંતભાઈ ભટ્ટ અને હાર્દિકભાઈ ડોડીયા સહિત અનેક ભાઈઓએ સાથ સહકાર આપી ભોજન વ્યવસ્થાથી માંડીને એમ્પાયરિંગ અને કોમેન્ટ્રી સુધીની તમામ જવાબદારીઓ સંભાળી હતી. આ કેમ્પ એકતા અને પ્રેમનું પ્રતીક બની રહ્યું છે.



