મેંદરડા યુવાને શેરડીના વેસ્ટમાંથી ઉગાડી મિલ્કી મશરૂમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
યુવાનોમાં કૃષિક્ષેત્રે નવી પઘ્ધતીથી ખેતી વિષેયક ઉપર શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ હાલ મેંદરડા અને મુળ લીલવા ગીરના રહેવાસી સંધી મુસ્લિમ સમાજના આગેવાન મુંગરભાઇના પુત્ર નજીમ સાંધ દ્વારા મિલ્કી મસરૂમની જાત ઉગાડવામાં સફળતા મેળવી છે. મશરૂમ જાતી અનેક આવે છે પણ મિલ્કી મશરૂમ ખાવામાં ઉત્તમ અને પોષ્ટીક તત્વોથી ભરેલ છે જે શરિર માટે પણ ખુબ ઉપયોગી છે.
નજીમ સાંધ હાલ રાજકોટની એમ.એન.વિરાણી કોલેજ એપાર્ટમેન્ટમાં હાઇક્રો બાયોલોજીના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. ત્યારે ગીરના બફરઝોનમાં મેંદરડા તાલુકા જેવા પર્યાવરણીય હીતે સંવેદનશીલ સુકોથી લઇ આ વિસ્તારમાં પ્રથમ વખત મિલ્કી મશરૂમનો શેરડીના છોતા જેવા ઓર્ગેનિક વેસ્ટ મટિરીયલનો ઉપયોગ કરી ગ્રો કરવામાં સફળતા મેળવી છે.
- Advertisement -
ગુજરાત રાજ્યમાં આજદીન સુધી માત્ર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સીટીએ આ રીતે શેરડીના છોતા જેવા ઓર્ગેનિક વેસ્ટ મટીરીયલમાં મિલ્કી મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી હતી. જ્યારે ઓર્ગેનિક વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરી મિલ્કી મશરૂમ ઉગાડનાર સાંધ નજીમ ગુજરાત રાજ્યમાં બીજી વ્યક્તિ છે. પોતાની ઘરે પાંચ બાય છ ફૂટના બાથરૂમમાં મિલ્કી મશરૂમને અનુકુળ વાતાવરણ ઉભુ કરીને પોતાના ઉનાળુ વેકેશન દરમિયાન આ પ્રયોગની શરૂઆત કરી હતી. મિલ્કી મશરૂમનો આ પ્રયોગ કર્યા પહેલા જૂનાગઢ યુનિવર્સીટીના પેથોલોજી ડિપાર્ટમેન્ટની મુલાકાત લઇ પોતાની કોલેજના પ્રોફેસર પાસેથી સુચનો મેળવી અને પ્રથમવર્ષ દરમિયાન પોઇસ્ટર મશરૂમ નામક, મશરૂમની સાથે સાથે બીજી ઘણી મશરૂમ પ્રજાતીનો અભ્યાસ કર્યો હતો એ અભ્યાસ અને સુચનો પરથી શેરડીના છોતા જેવા ઓર્ગેનીક વેસ્ટ મટીરીયલમાં મિલ્કી મશરૂમનો ઓગ્રેનીક રીતે ઉછેર કરવામાં સફળતા મળી છે. જયારે 100 ગ્રામ મિલ્કી મશરૂમમાં પ્રોટીન કેલ્સયમ, આરીયન, વીટમીન સી તથા ફાયબર હોય છે. આજે મિલ્કી મશરૂમે વધુ પ્રાઘ્યાન્ય મળે તેવા પ્રયાસો સાથે વધુ આગળ વધવાની યુવાન ધગસ રાખી રહ્યો છે.