યુવાનો ખૂબ તેજસ્વી હોવા છતાં આર્થિક કારણોસર ઉચ્ચ શિક્ષણમાં જઈ શકતા નથી
ઓપન કેટેગરીને કારણે એડમિશન અને સ્કોલરશીપના લાભો પણ મેળવી શકતા નથી
- Advertisement -
સર્વ જગત દેવતાઓને આધીન છે દેવતાઓ મંત્રોને આધીન છે અને મંત્રો બ્રાહ્મણોને આધીન છે એવા બ્રાહ્મણો વિશે પૃથ્વી પરના સૌથી પુરાણા મનાતા શ્રુતિ ગ્રંથો વેદ જેમાં સૌપ્રથમ વેદ ઋગ્વેદમાં પુરુષ સૂક્તમાં કહેવાયું છે કે આદિ પુરુષના મુખમાંથી બ્રાહ્મણ અને અન્ય અંગોમાંથી બાકીના ત્રણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણ ઉદ્ભવ્યા છે વર્ણ શબ્દ ક્યાંક ચામડીના રંગ સાથે પણ જોડાયેલો જાણવા મળે છે .નૃવંશશાસ્ત્રીઓનો અભ્યાસ જણાવે છે કે ભારતીય ઉપખંડમાં સવર્ણ ગણાતા ને સર્વોચ્ચ સ્થાન ભોગવતા બ્રાહ્મણોના રંગસૂત્રો યુરોપિયન પ્રજા સાથે વધુ મળે છે તો આર્ય અને અનાર્ય (દાસ કે દ્રવિડ) એવા બે પ્રકાર પણ જોવા મળે છે. મનુષ્યને વંશ પરંપરાગત નબળાઈઓ અને રોગોથી બચાવવાનો સૌથી પ્રથમ ખ્યાલ બ્રાહ્મણોને આવ્યો તેથી જ તેઓ વિવિધ ગોત્ર એટલે કે વંશોમાં વહેંચાયા શરૂઆતમાં આઠ મુખ્ય ગોત્ર અને ત્યારબાદ વધુને વધુ વિભાજિત થઈ 84 અને હાલ 104 તળગોડ સુધી વિભાજીત જોવા મળે છે.
બ્રાહ્મણ સિવાયના વર્ગો પણ પોતાના ગુરુના ગોત્રને આધારે ઓળખાતા થયા અને વિવિધ જ્ઞાતિ ,પેટા જ્ઞાતિ અને અટકોમાં વહેંચાયા. બ્રાહ્મણ એટલે બ્રહ્માનો માલિક ખુદ સર્જનહાર ના માલિક કહેવાતા બ્રાહ્મણો દ્વારા જીવન પદ્ધતિ ,જન્મથી મરણ સુધીની અનેક વિધિઓ ,બલિદાન અને ઈશ્વરને પ્રસન્ન કરવા ને લગતા શ્લોકોની રચના અનેક ગ્રંથોમાં કરાઈ. સેકડો કથાઓ દ્વારા સુર-અસુરવૃત્તિઓના જય-પરાજયની પ્રેરક વાતો કહેવાય. આગળ જતા બ્રાહ્મણોને ગુરુ, આચાર્ય, શિક્ષક તરીકેનું કાર્ય અથવા પૂજારી કે પુરોહિત તરીકેનું કાર્ય કરનાર મનાયા. જે ખુદ શુદ્ધ ,શાકાહારી અને સાત્વિક જીવન જીવનારા હોવાથી સર્વોચ્ચ સ્થાને સ્થપાયા પરંતુ, વર્ણ વ્યવસ્થા શરૂઆતમાં ફ્લેક્સિબલ જણાય છે. કોઈ- કોઈ બ્રાહ્મણો રાજ્યકર્તા થી લઈ ખેડૂત કે અન્ય વ્યવસાય કરનારા પણ જોવા મળતા પરંતુ સમાજની દ્રષ્ટિએ હલકા ગણાતા
સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગમાં અભ્યાસ કરનારા અનેક યુવાનો ખૂબ તેજસ્વી હોવા છતાં આર્થિક કારણોસર હાલના મોંઘાદાટ ઉચ્ચ શિક્ષણમાં જઈ શકતા નથી. ઓપન કેટેગરીને કારણે એડમિશન અને સ્કોલરશીપના લાભો પણ મેળવી શકતા નથી. બ્રહ્મ સમાજ પણ મોટી સ્કોલરશીપ આપવા અસમર્થ છે. આંગળીના વેઢે ગણાય તેટલા કરોડપતિ બ્રાહ્મણ કુટુંબો છે જેમાંથી મનીષભાઈ માદેકા જેવા ઉદ્યોગપતિની મદદથી બ્રહ્મસમાજના કાર્યક્રમો થતા રહે છે.
- Advertisement -
મનીષ માદેકા
કાર્યોમાં ક્યારેય જોવા મળતા નહીં. બ્રાહ્મણો અનેક રાજ્યના મંત્રીઓ અને સલાહકારરૂપે ખૂબ પ્રભાવશાળી પદો ભોગવતા જોવા મળે છે. અંગ્રેજી સેનામાં બ્રાહ્મણ બટાલીયનથી લઈ આઝાદીની લડતમાં અને સ્વતંત્રતા બાદની સરકારોમા મહત્વપૂર્ણ સ્થાનો ભોગવ્યા, ખાસ કરીને સરકારી કચેરીઓમાં પ્રભુત્વ ભોગવતા અને દેવોના સમકક્ષ બ્રહ્મદેવ, ભૂદેવ વગેરે ગણાતા ગણાતા ક્યારે પોતાની ચમક ગુમાવવા લાગ્યા તે ચોક્કસ કહી શકાતું નથી. વાર્તામાં એક ગરીબ બ્રાહ્મણ હતો એવું સેંકડો વાર સાંભળતા સાંભળતા જાણે મોટાભાગના બ્રાહ્મણ કુટુંબો ગરીબીથી ઘેરાઈ ગયા. હાલત એવી થઈ કે દીકરાઓ અલ્પ શિક્ષિત અને બેરોજગાર અને દીકરીઓ વધુ શિક્ષિત હોવાને કારણે ’આંટી મત કહોના’ સુધીની પીડા એ પહોંચવા છતાં યોગ્ય વર અને ઘર મેળવી શકતી નથી. પટેલો જેવા રોજગાર સર્જનારા કે અન્ય વેપારી વર્ગ જેવા સંપતિ સર્જનારા બ્રાહ્મણો ન બની શકતા રાજકીય નિયંત્રણ પણ ગુમાવી બેઠા છે. બદલાતા સમાજ છતાં ધર્મભીરુ એવી ભારતીય પ્રજાને સોળ સંસ્કાર વખતે માત્ર કર્મકાંડ પૂરતી બ્રાહ્મણોની ખપ હવે રહી છે અને એ પણ એક યાંત્રિકતા સમાન… જોકે બુદ્ધિજીવી ગણાતા બ્રાહ્મણોને પોતાના વળતા પાણી વર્તાઈ જતા જ તેઓએ તળગોળ ભુલી સમસ્ત બ્રહ્મસમાજની રચના કરી.
ગાંધીજીએ જેને આફ્રિકા જવા આગબોટની ટિકિટ આપેલ એવા કેવળરામ માવજી દવે અને જયાલક્ષ્મી જટાશંકર પાઠકે વિશાળ જગ્યામાં 1960માં 6 રાજપુત પરા, રાજકોટમાં સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ ની સ્થાપના સમસ્ત બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ માટે કરી ત્યારબાદ 1971 માં સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટની સ્થાપના થઈ. 1981 સુધી પ્રાણલાલ મોહનલાલ જોશી તેના ચેરમેન રહ્યા. રૂડાના પ્રથમ ચેરમેન અને સૌરાષ્ટ્રમાં કેન્સર હોસ્પિટલ લાવનાર પ્રાણસુખભાઈ , સૌરાષ્ટ્રના નહેરુ ગણાતા ગજાનંદભાઈ જોશી,કાંતિભાઈ વૈદ, બાલકૃષ્ણ શુક્લ ,નર્મદા શંકર ઉપાધ્યાય, પ્રવીણભાઈ ભટ્ટ જેવા અગ્રણીઓએ સમાજના ઉત્થાન માટે યોગદાન આપ્યું હાલ સમસ્ત બ્રહ્મ સમાજ યુવાઓ માટે મેરેજ બ્યુરો, સમૂહ લગ્ન ઉત્સવ, સમુહ યજ્ઞોપવિત ,પરશુરામ જન્મ જયંતીની ઉજવણી, લાડુ સ્પર્ધા, વિવિધ રમતોનું આયોજન જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે.
હાલ વિવિધ સ્થાને અનેક જવાબદારીઓ ભોગવતા દિપકભાઈ પંડ્યા 40-40 વર્ષથી સેવા આપે છે જે ઉલ્લેખનીય છે. સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગમાં અભ્યાસ કરનારા અનેક યુવાનો ખૂબ તેજસ્વી હોવા છતાં આર્થિક કારણોસર હાલના મોંઘાદાટ ઉચ્ચ શિક્ષણમાં જઈ શકતા નથી. ઓપન કેટેગરીને કારણે એડમિશન અને સ્કોલરશીપના લાભો પણ મેળવી શકતા નથી. બ્રહ્મ સમાજ પણ મોટી સ્કોલરશીપ આપવા અસમર્થ છે. આંગળીના વેઢે ગણાય તેટલા કરોડપતિ બ્રાહ્મણ કુટુંબો છે જેમાંથી મનીષભાઈ માદેકા જેવા ઉદ્યોગપતિની મદદથી બ્રહ્મસમાજના કાર્યક્રમો થતા રહે છે.