– સ્વામીએ જણાવ્યું કે, તે બંનેની મૂર્ખતાના કારણએ જ ભારતીયોએ એ વાત સ્વીકારી લીધી કે, તિબેટ અને તાઈવાન ચીનનો હિસ્સો છે
ચીન દ્વારા વારંવાર આપવામાં આવી રહેલી ચેતવણીઓ વચ્ચે અમેરિકી હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા છે. આ બધા વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ તથા અટલ બિહારી વાજપેયીની ટીકા કરી છે.
- Advertisement -
સ્વામીએ જણાવ્યું કે, તે બંનેની મૂર્ખતાના કારણએ જ ભારતીયોએ એ વાત સ્વીકારી લીધી કે, તિબેટ અને તાઈવાન ચીનનો હિસ્સો છે. વધુમાં જણાવ્યું કે, ચીન હવે પરસ્પર સહમતિથી નિર્ધારિત કરાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ)નું પણ સન્માન નથી કરતું તથા લદ્દાખના કેટલાક વિસ્તારો પર પણ તેણે કબજો જમાવ્યો છે.
સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે, એક તરફ ચીને લદ્દાખના કેટલાક વિસ્તારો હડપી લીધા છે અને મોદી એમ કહે છે કે, કોઈ આવ્યું જ નથી. તેમનું આ નિવેદન ચોંકાવનારૂં છે.