TRP ગેમઝોન ઘટનાની તપાસ નિષ્ઠાપૂર્વક કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવા જુદા જુદા સંગઠનોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અનેકના જીવ હોમાયા હતા, અનેક પરિવારોના દિપક બુઝાયા હતા ત્યારે રાજકોટના જુદા જુદા સંગઠનો અને આમજનતાએ અગ્નિકાંડના જવાબદાર તમામ આરોપીઓને આજીવન કેદ અને મુખ્ય આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે રાજકોટના કલેકટરને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે અગ્નિકાંડ ઘટનાએ ખૂબ મોટો આઘાત અને દુ:ખ પહોંચાડેલું છે સાથે એ વાત બહાર આવી કે આ બધું અમુક પદાધિકારીઓ, અધિકારીઓ અને નેતાની લાલચને કારણે થયું તો એ દુ:ખ હવે ગુસ્સામાં બદલાયું છે.
- Advertisement -
કેમ કે અમુક રકમની લાલચને કારણે લોકોના જીવનનો સોદો કરવો ક્યાં સુધી વાજબી છે? ત્યારે જવાબદાર તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય જેવી કે આજીવન કેદ, મુખ્ય અપરાધીને ફાંસીની સજા થાય જેથી આવનાર ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવા કૃત્ય કરતાં પહેલાં સોવાર વિચારે, ઘટનાની તપાસ પુરી નિષ્ઠાથી નિષ્પક્ષ થાય કોઈને પણ ન મૂકવામાં આવે ભલે એ ગમે તેના નેતા હોઈ કે મોટા અધિકારી હોય, પકડાયેલા આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને પીડિત પરિવારોને સોંપવામાં આવે અને નરાધમોને સજા કરવા માંગ કરવામાં આવી હતી.



