‘પ્રાઈવેટ સ્કૂલનો ફી વધારો પાછો ખેંચી ડોનેશન પ્રથા બંધ કરો’
પ્રાઈવેટ સ્કૂલ દ્વારા બેફામ ફી વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાનગી શાળાઓની મનમાની દૂર કરી ફી વધારો પાછો ખેંચવા અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે આજરોજ આમઆદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
કોરોના પછી લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે, બીજીબાજુ મોંઘવારી પણ વધતાં સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે એવા સમયે પૈસાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતના વાલીઓને રાહત મળે તે માટે આમઆદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે, ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે, ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે, યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક, બુટ-મોજાં વગેેરે કોઈ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા બાબતે પ્રાઈવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે, પ્રાઈવેટ સ્કૂલોના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે તથા એફઆરસી કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.