ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પૂરા સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક બાદ એક મળી કુલ 17 દસ્તાવેજો બનાવટી, બોગસ, ફોર્જ રજીસ્ટર્ડ અસલ દસ્તાવેજોની જગ્યાએ પ્લાન્ટ થઈ ગયેલાનું જબરદસ્ત કૌભાંડ બહાર આવતાં સબ રજીસ્ટ્રાર કચેરીના પૂર્વ તથા વર્તમાન કર્મચારીઓ તથા એડવોકેટ સહિતનાઓ વિરુદ્ધ દાખલ થયેલા ગુન્હાના કામે સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી જયદીપ ઝાલાને રેગ્યુલર જામીન પર મુક્ત કરતો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલો છે. કેસની હકીકત જોઈએ તો રાજકોટ શહેર સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-1ના સબ રજીસ્ટ્રાર અતુલ મધુભાઈ દેસાઈએ રાજકોટ શહેર 5્ર.નગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ હર્ષ સાહેલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી. ચાવડા તથા તપાસમાં ખૂલવા પામે તે ઈસમો સામે એ મતલબની ફરિયાદ આપેલી કે આરોપીઓએ ભેગા મળી પોતાના આર્થિક લાભ મેળવવાના એક સમાન ઈરાદે પૂર્વયોજિત કાવત્રુ રચી ઠગાઈ કરી સરકારી કચેરીમાં ગુન્હાહીત ઈરાદે પ્રવેશ કરીને સરકારી ઓફીસમાં રહેલા દસ્તાવેજના કાયમી રેકર્ડમાં નુકસાન પહોંચાડી કપટપૂર્વક ફાડી નાખી નાશ કરી સરકારી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલિખિત દસ્તાવેજોના સ્કેનીંગ રેકર્ડને ડીલીટ કરી તેની જગ્યાએ કોઈપણ રીતે ખોટા બનાવેલ દસ્તાવેજોની સ્કેનીંગ કોપી કોમ્પ્યુટરમાં ચડાવી ખોટા દસ્તાવેજોને સાચા ઠેરવવા કિંમતી સરકારી દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કરી તેની જગ્યાએ કુલ 17 બનાવટી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો આચરનાર તથા તપાસમાં ખૂલવા પામે તે સામે ધોરણસર થવા ફરિયાદ આપવામાં આવેલી હતી.
- Advertisement -
તમામ પક્ષેની રજૂઆતો, રેકર્ડ પરનો પુરાવો, ઈન્વેસ્ટિગેશનના કાગળો તથા અરજદાર સામેનો તપાસના કાગળોમાં રહેલા રોલ વિગેરે લક્ષે લેતાં તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ થઈ ગયેલા હોય, રેકર્ડ જોતાં અરજદાર સબ રજીસ્ટ્રાર કચેરીમાં સુપરવાઈઝર તરીકે કામગીરી કરતાં હોય અરજદારે દસ્તાવેજની ખરી નકલ માગી સહઆરોપીઓ હેન્ડઓવર કરેલી હોય પ્રોસિક્યુશનના કેસ મુજબ મુખ્ય કાર્યવાહી સહઆરોપી કિશન દ્વારા કરવામાં આવેલી હોય જેને સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરેલા હોય અને અન્ય મુખ્ય આરોપી હર્ષને હાઈકોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા હોય નામદાર સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ ત્રણ ફેકટર ક્ધસીડર કરવામાં આવે તો પ્રાઈમાફેસી કેસ, ટ્રાયલ સમયે આરોપીની હાજરી, સાક્ષીઓને હેમ્પર ટેમ્પર કરવા આ ત્રણ ફેકટર સંતોષાવા જોઈએ, કેસની ફેક્ટ, આક્ષેપનો પ્રકાર, ગુન્હાની ગંભીરતા, આરોપીની ટ્રાયલ સમયેની હાજરી અને આરોપીનો ગુન્હાના કામેનો રોલ લક્ષે લેતાં અરજદારની તરફેણમાં અંતર્ગત સત્તાનો ઉપયોગ કરવો મુનાસીફ માની અરજદારને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે. ઉપરોક્ત કામના આરોપી જયદીપ ઝાલા વતી હાઈકોર્ટમાં એડવોકેટ પ્રતિક જસાણી તથા રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા મદદમાં નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલા હતા.