27 શહેરની શાખાઓમાંથી 251 કાર્યકર્તા હાજર રહ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં યોજાયેલા ભારત વિકાસ પરિષદનાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અભ્યાસ વર્ગમાં વિવિધ 27 શહેરોની શાખાઓના પદાધિકારીઓ મળીને 251 લોકો ઉપસ્થિત રહ્યાં હતા.પ્રથમ સત્રમાં વિશેષ માર્ગદર્શક તરીકે અતિથિ વિશેષ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંપર્ક પ્રમુખ જીતુભાઈ ભીંડી દ્વારા શ્રેષ્ઠ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સમાયાવધિમાં સુચારુ સંચાલન અભ્યાસ વર્ગના સંયોજક ધીરેનભાઈ વૈષ્ણવ તથા સહ સંયોજક ડો.સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત ના સર્વે ટ્રસ્ટીઓ, તથા પ્રાંત કારોબારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ પ્રકૃતિની ગોદમાં યોજાયેલ આ અભ્યાસ વર્ગ થકી સંસ્થાના પંચ સૂત્ર સંપર્ક, સહયોગ, સંસ્કાર સેવા અને સમર્પણને સાર્થક કરવા માટે કાર્યકર્તા બંધુઓ પોતપોતાના ક્ષેત્રમાં વિશેષરૂપે રાષ્ટ્ર – સમાજ ઉપયોગી કાર્યો સમર્પિત રીતે કરી શકશે.