ઈન્ડોનેશિયાના લોકો સૌથી વધુ ધાર્મિક જ્યારે જાપાનમાં સૌથી ઓછા 80 ટકા લોકોએ માન્યું કે જીવનમાં ધર્મનું મહત્વપૂર્ણ સ્થાન: સર્વેમાં ખુલાસો
ભારતમાં 60 ટકા લોકો પોતાના ધર્મ અનુસાર રોજ પ્રાર્થના કરે છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા દુનિયાના 100થી વધુ દેશોમાં ધર્મના મહત્વ પર કરવામાં આવેલ અધ્યયનમાં આ વાત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયાના લોકો સૌથી વધુ જયારે જાપાનના લોકો ઓછા ધાર્મિક છે.
- Advertisement -
વર્ષ 2008 થી 2023 દરમિયાન કરવામાં આવેલ અધ્યયન અનુસાર સૌથી વધુ લેટિન અમેરિકનોએ દરરોજ પ્રાર્થના કરવાની વાત કરી છે. ગ્વાટેમાલા અને પેરાગ્વેમાં 82 ટકા જયારે કોસ્ટારિકા અને હોંડુરાસમાં 78 ટકાએ આ વાત માની છે. અમેરિકામાં 45 ટકા વયસ્કોએ કહ્યું કે, નિયમિત પ્રાર્થના કરીએ છીએ. સર્વેક્ષણમાં સામેલ પુર્વી એશિયાઈ દેશો (જાપાન, ચીન, મોંગાલિયા, ઉત્તર તેમજ દક્ષિણ કોરિયા અને તાઈવાન)ના માત્ર 21 ટકા વયસ્કોએ કહ્યું હતું કે તેઓ રોજ પ્રાર્થના કરે છે. તેમાં હોંગકોંગના 13 ટકા જયારે જાપાનના 19 ટકા લોકો સામેલ છે.
દુનિયાના 80 ટકાથી વધુ લોકોએ માન્યું કે, તેમની જિંદગીમાં ધર્મનું મહત્વપૂર્ણ સ્થાન છે. ઉપસહારા આફ્રિકાના સેનેગલ, માલી, તાંઝાનિયા, ઝામ્બિયામાં 90 ટકાથી વધુ લોકોના અભિપ્રાયમાં ધર્મનું એમના જીવનમાં ખૂબ જ મહત્વ છે. એથી ઉલટુ બધા યુરોપીય દેશોમાં લોકોએ ધર્મને વધુ મહત્વ નથી આપ્યું.