ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડે મદરેસાઓમાં સંસ્કૃત અને કોમ્યુટર વિષયને ફરજિયાત કરવાની તૈયારી
ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડ રાજ્યભરના 416 મદરેસાઓમાં સંસ્કૃતને ફરજિયાત વિષય તરીકે રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે અને તેનાં માટે ઔપચારિક દરખાસ્ત પણ તૈયાર કરી છે.
- Advertisement -
આ નવા ઉમેરાની શરૂઆત કરવા માટે બોર્ડ રાજ્યનાં સંસ્કૃત વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. સંસ્કૃતની સાથે સાથે, મદરેસાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકોમાં વધારો કરવા માટે કોમ્પ્યુટર અભ્યાસનો પણ સમાવેશ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
યુએમઈબીના અધ્યક્ષ મુફ્તી શમૂન કાસ્મીએ જણાવ્યું કે, “અમે મદરેસાઓમાં એનસીઈઆરટી અભ્યાસક્રમ રજૂ કર્યો હતો, અને આ વર્ષે વિદ્યાર્થીઓએ 95 ટકા થી વધુ પરિણામ પ્રાપ્ત કર્યા છે. તેઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યાં છે, અને જો સંસ્કૃત તેમનાં અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે, તો તે તેમને તેમનાં શૈક્ષણિક વિકાસમાં ખૂબ મદદ કરશે.”
કાસ્મીએ વધુમાં જણાવ્યું કે આ પહેલ માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, અને સંસ્કૃત વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે. “અમે સંસ્કૃત વિભાગનાં અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી છે, અને અમે ટૂંક સમયમાં હકારાત્મક પ્રતિસાદ મેળવવાની આશા રાખીએ છીએ. હાલમાં, બોર્ડમાં 416 મદરેસા નોંધાયેલાં છે, જે 70000 થી વધુ વિદ્યાર્થીઓને સેવા આપે છે. અને વધુ મદરેસાઓએ નોંધણી માટે અરજી કરી છે, અને આગામી વર્ષોમાં સંખ્યા વધવાની અપેક્ષા છે. એકવાર સરકાર તેની મંજૂરી આપે પછી, મદરેસાઓ નવાં અભ્યાસક્રમને લાગુ કરવા માટે સંસ્કૃત શિક્ષકોની ભરતી કરવાનું શરૂ કરશે.
- Advertisement -
વક્ફ બોર્ડનાં અધ્યક્ષ શાદાબ શમ્સેએ જણાવ્યું કે “100 થી વધુ મદરેસાઓમાં પહેલાંથી જ અરબી શીખવવામાં આવે છે, અને જો સંસ્કૃતનાં વર્ગો ટૂંક સમયમાં શરૂ થઈ શકે તો તે ખુશીની વાત હશે. મૌલવીઓ અને પંડિતો બંનેનાં શીખવવાથી અમારાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં નોંધપાત્ર મદદ મળશે.” અમે અમારી સાથે નોંધાયેલ તમામ 117 મદરેસાઓને મોડલ સંસ્થાઓમાં પરિવર્તિત કરવાની યોજના બનાવી રહ્યા છીએ, અમે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવા, અને તેમને અપગ્રેડ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
શમ્સે કહ્યું, જો સંસ્કૃત મંજૂર કરવામાં આવે તો ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ફરજિયાત વિષય બની જશે. “અમારું લક્ષ્ય અમારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ બને, જેનાં માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ જરૂરી છે. સંસ્કૃત અને અરબી પ્રાચીન ભાષાઓ છે અને વિદ્યાર્થીઓ માટે બંને ભાષા શીખવી મહત્વપૂર્ણ છે, જો બધું યોગ્ય રીતે થશે, તો અમે આગામી શૈક્ષણિક સત્રથી સંસ્કૃત રજૂ કરવાની આશા રાખીએ છીએ.