સરકારે ફ્લાઈટની સંખ્યા વધારવા એર ઈન્ડિયાને આપ્યા આદેશ
યુક્રેન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા એર બબલ વ્યવસ્થા અંતર્ગત હવે ભારત-યુક્રેન વચ્ચેની ફ્લાઈટ અને સીટોની સંખ્યા પર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જેથી હવે મોટા પ્રમાણમાં ફ્લાઈટ યુક્રેન જશે અને ચાર્ટર ફ્લાઈટ પણ સંચાલિત કરી શકાશે. હાલ ભારત અને યુક્રેન વચ્ચે હાલ એક એર બબલ સમજૂતી થઈ છે. જેના દ્વારા બંન્ને દેશ એક સપ્તાહમાં એક નિશ્ચિત સંખ્યામાં ફલાઈટ ગોઠવી શકશે. ભારતના હજારો નાગરીકો યુક્રેનમાં ફસાયા છે. જેથી મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી એરલાઈન કંપનીઓ ઘણી બધી ફ્લાઈટ સંચાલીત કરી શકશે.
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની આશંકાઓ વધી રહી છે. ત્યારે કીવમાં 20 હજાર કરતા પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. જેઓ કેન્દ્ર સરકાર પાસે મદદ માગી રહ્યા છે. જેથી આજે સરકાર દ્વારા પ્રતિબંધોને હટાવી દેવામાં આવ્યા છે. સાથેજ નાગરીક ઉડ્ડયમ મંત્રાલય દ્વારા પણ એર ઈન્ડિયાને યુક્રેન માટે વધારે ફ્લાઈટ અરેન્જ કરવા કહેવામાં આવ્યું છે.