જિલ્લાની 550થી વધુ ગ્રામ પંચાયતના ટઈઊ ધરણાં પર ઉતર્યા હતા
VCEઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગ કરવામાં આવી હતી
- Advertisement -
સરકાર અમારી પરીક્ષા લેવાનું બંધ કરે અને વડાપ્રધાન પગારની જાહેરાત કરે તેવી આશા: VCE
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં છેલ્લા એકાદ મહિનાથી જિલ્લાનાં VCEઓ હડતાળ ઉપર છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ભારે હાલાકી પડતી હોવા છતાં સરકાર દ્વારા આ મુદ્દે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈ આજે VCEઓ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ સમાન કામ સમાન વેતનની માંગ કરવામાં આવી હતી. VCEઓએ જણાવ્યું હતું કે, સરકાર હવે અમારી પરીક્ષા લેવાનું બંધ કરે અને અમારા પગાર અંગેની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવે તેવી આશા છે.
ગત તા. 8 સપ્ટેમ્બરથી VCEઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. જે અંતર્ગત આજરોજ ફરી એકવાર જિલ્લાની 550થી વધુ ગ્રામ પંચાયતના VCE ધરણાં પર ઉતર્યા હતા. અને જિલ્લા પંચાયત ખાતે ધરણાં યોજી સમાન કામ સમાન વેતનનાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ તકે ટઈઊઓએ પ્રધાનમંત્રીનાં મુખે તેઓના પગાર અંગેની જાહેરાત કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ આ હડતાળને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડતી હોવાનું જણાવી તેમની માંગ અંગે તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું હતું. સાથે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીનાં રજિસ્ટ્રેશનનાં ખોટા આંકડાઓ જાહેર કરતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
- Advertisement -
VCEઓએ જણાવ્યું હતું કે, સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે 16-16 વર્ષ સુધી અમે અમારી જાત ઘસી નાખી છે. સવારે 5 વાગ્યે ઉઠીને પણ સરકારની તમામ યોજનાઓ માટે કામગીરી કરી છે. હવે અમારી પરીક્ષા ન લેશો, ચૂંટણી નજીક આવી રહી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે. ત્યારે આપે જે ઇગ્રામ યોજના ચાલુ કરી છે તેના કર્મચારીઓ એટલે કે ટઈઊઓને હવે પગાર મળશે તેવી જાહેરાત પણ આપના મુખેથી સાંભળવા ઇચ્છીએ છીએ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી અમે આવી જાહેરાતની આશા રાખીએ છીએ.