રાજકોટ સમરસ હોસ્ટેલ વિવાદ
‘અમે ફૂલ નહીં ચિનગારી છીએ’ના નારા સાથે ABVP મેદાને, રેક્ટર સામે આક્રોશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. અગાઉ બોયઝ હોસ્ટેલમાં સુવિધાઓના અભાવ બાદ હવે ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન અને સફાઈના પ્રશ્ર્ને ભારે હોબાળો મચ્યો છે. બુધવારે રાત્રે હોસ્ટેલની દીકરીઓએ ભોજનમાં જીવાત અને પાયાની સુવિધાઓના અભાવે ‘હમ ભારત કી નારી હૈ, ફૂલ નહીં ચિનગારી હૈ’ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું.
અઇટઙના રાજકોટ મહાનગર સહમંત્રી ઓમ સોલંકીના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી રોડ પર આવેલી આ સરકારી હોસ્ટેલમાં 1000થી વધુ વિદ્યાર્થિનીઓ રહે છે.
આરોપ છે કે અહીં પીવાનું પાણી અશુદ્ધ આવે છે અને હોસ્ટેલની લિફ્ટ પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે વિદ્યાર્થિનીઓનો શિસ્તબદ્ધ આક્રોશ રસ્તા પર જોવા મળ્યો હતો.
વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે રેક્ટરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સ્થિતિ જસની તસ છે. અંતે કંટાળીને વિદ્યાર્થી સંગઠન અઇટઙને બોલાવવામાં આવ્યું હતું. રાત્રિના સમયે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં જ ધરણા પર બેસી ગયા હતા. સત્તાધીશો દ્વારા તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.



