ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સ્વચ્છતા હી સેવાના સુત્રને સાર્થક કરવા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર કટીબદ્ધ છે અને જાહેર સ્થળો, ગલીઓ કે ગામડાઓની સફાઇ કરવામાં આવી રહી છે. આ ઉપક્રમે વેરાવળની સરકારી બોય્ઝ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વેરાવળ એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અંગે નાટક રજૂ કરી મુસાફરો, વિદ્યાર્થી સહિતનાઓને જાગૃતીનો સંદેશો આપ્યો હતો. તે ઉપરાંત આ તકે બી.એલ.ઓ. દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા કેમ્પેઇન-2023 અંતર્ગત વેરાવળ એસ.ટી. ડેપો ખાતે સરકારી બોય્ઝ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વચ્છતા અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમો અને સુત્રો દ્વારા એસ.ટી.ડેપોમાં અને એસ.ટી.માં સાફ સફાઇ રાખવી, જ્યાં ત્યાં થૂંકવુ નહિ, એસ.ટી.માં કે એસ.ટી.ડેપોમાં ધુમ્રપાન કરવું નહિ, એસ.ટી.ડેપોમાં જ્યાં ત્યાં પાર્કિગ કરવું નહી તેવી અપીલ કરવામાં આવી હતી.