ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે પંચપ્રકલ્પ અંતર્ગત કોરોના સંક્રમણ રોકવા જાહેર જનતાને અને વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કાર્યક્રમનું તથા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી દરમિયાન માસ્ક હમારા હીરો હૈ, તો કોરોના ફિર ઝીરો હૈ ના નારો આપવામાં આવ્યો હતો. તથા કોરોના સંક્રમણ રોકવા વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યશ્રી ડો.પી.વી.બારસીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
તેમજ કોરોના સંક્રમણ રોકવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગજજ પ્રોગ્રામ ઓફિસર હાર્દિકભાઈ રાજ્યગુરુ તથા જિગ્નેશભાઈ કાચા દ્વારા કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓએ કોરોના સંક્રમણ રોકવા માસ્ક વિતરણ કર્યા
