ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાએ ફેડરેશન ઓફ સ્કૂલ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા ભગવતધામ ગુરૂકુલના સંચાલક દિવ્ય દર્શન સ્વામીની પ્રેરણાથી વિધાર્થીઓએ જીલ્લા કક્ષાએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. ફેડરેશન ઓફ સ્કૂલ ગેમની વિવિધ રમત જેમ કે અંડર 19 કબડ્ડીમાં જોગરાણા અર્જુન, અંડર 14 કબડ્ડીમાં પારસીયા જૈનિકનુ ખૂબ સારું પ્રદર્શન રહ્યું હતું જેથી જિલ્લાની કબડ્ડી ટીમમાં પસંદગી થઈ હતી. તેમજ એથલેટિક્સમાં સમગ્ર જીલ્લામાં ઊંચી કૂદ અંડર 17માં કાલીયા વિરેન્દ્રનો પ્રથમ નંબર, લંગડી ફાળ કૂદ અંડર 17માં જોગરાણા ખોડુનો દ્રિતીય નંબર અને ઉંચી કૂદ અંડર 14માં પરાલીયા સુમિતનો તૃતીય નંબર મેળવ્યા હતા. આમ વિવિધ નંબર મેળવી કબડ્ડીમાં જોગરાણા અર્જુન અને પારસીયા જૈનિક તેમજ ઉંચી કૂદમાં કાલીયા વિરેન્દ્ર હવે રાજયકક્ષા ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. આમ સ્પર્ધામાં પોતાના પરિવાર સાથે ભગવતધામ ગુરુકુળની ગૌરવ વધારેલ વિધાર્થીઓનું ભગવતધામ ગુરૂકુલના સંસ્થાપક નારાયણ સ્વામી અને બટુક સ્વામીએ શિલ્ડ અને હાર પહેરાવી તમામ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માન કર્યું હતું.
ધ્રાંગધ્રા ભગવતધામ ગુરુકુળના વિદ્યાર્થીઓ “ફેડરેશન ઓફ સ્કૂલ” ગેમમાં ઝળક્યા



