ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
વિદ્યાર્થીઓ હવે ગ્રેજયુએટ બાદ સીધા જ પીએચડી કરી શકશે યુનિવર્સિટી ગ્રાંટ કમિશન દ્વારા આ નવા નિયમને મંજૂરી આપી દેવામાં આવી છે. ચાર વર્ષના સ્નાતક ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ સીધા જ રાષ્ટ્રીય યોગ્યતાની પરીક્ષામાં સામેલ થવા સાથે પીએચડી પણ કરી શકે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ જગદીશ કુમારે આ વાતની માહિતી આપી છે.આ માટે ન્યૂનત્તમ 75 ટકા અંક જરૂરી છે.આ સાથે જ જુનિયર રિસર્ચ ફેલોશિપ સાથે અથવા તે વગર પીઅચડી કરવા માટે અરદારોએ પોતાની ચાર વર્ષના સ્નાતક સિલેબસમાં લઘુત્તમ 75 ટકા અંક અથવા સમકક્ષ ગ્રેડની આવશ્યતા રહેશે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી નેટમાં સામેલ થવા માટે ઈચ્છીતને ન્યૂનત્તમ 55 ટકા અંક સાથે સ્નાતકોત્તર ડિગ્રીની આવશ્યતા રહેતી હતી.વધુ માહિતી આપતા યુજીસીના અધ્યક્ષ જગદીશ કુમારે જણાવ્યું હતું કે ચાર વર્ષના સ્નાતક ડિગ્રીવાળા અભ્યાર્થી હવે સીધા જ પીએચડી કરી શકે છે અને નેટ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. આ સંજોગોમાં આ પ્રકારના ઉમેદવારો જે પણ વિષયમાં ઙવમ.કરવા ઈચ્છે છે તેમાં અનુમતિ રહેશે. પછી ભલે તેમણે કોઈ પણ વિષયમાં ચાર વર્ષનો સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હોય. જણાવ્યું કે, ના અધ્યક્ષે કહ્યું કે ચાર વર્ષ અથવા આઠ સેમેસ્ટરના સ્નાતક ડિગ્રી કાર્યક્રમમાં પાસ થનારા ઉમેદવારો પાસે કુલ લઘુત્તમ 75 ટકા અંક અથવા તેની સમકક્ષ ગ્રેડ પ્રાપ્ત થવા જોઈએ. તેમણે કહ્યું કે યુજીસી દ્વારા સમયાંતરે નિર્ણય પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, દિવ્યાંગ, આર્થિક રીતે નબળા વર્ગ તથા અન્ય શ્રેણીઓના ઉમેદવારો માટે પાંચ ટકા અંક અથવા તેને સમકક્ષ ગ્રેડની છૂટ આપી શકાય છે.