ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
રાજય સરકાર દ્વારા જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા.18 થી 24 દરમિયાન યોજાયો હતો જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના અનુસૂચિત જનજાતિના બાળકો ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ મેળવી હતી.
સફળતાપૂર્વક તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પૂર્ણાહુતી કાર્યક્રમમાં હારુનભાઈ વિહળ, હનીફાબેન, ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડ, કે.પી. રાજપૂત તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તાલીમમાં કોર્ષમાં બચુભાઈ મકવાણા, રણજીતસિંહ ઝાલા, હસમુખભાઈ વેગડ, રામભાઈ ચન્દ્રવાડીયા, પાદરીયા, માર્ગી રાવલ અને જેસ્મિ રાઠોડે માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.આ કાર્યક્રમમાં પર્વતારોહણ જેવી પ્રવૃતિ કરવાથી સાહસિકતા તથા નેતૃત્વના ગુણો નો વિકાસ થાય છે તથા સાહસિક પ્રવૃતિ કરવાથી માનસિક મનોબળ મજબુત થાય છે. પ્રાસંગિક ઉદ્બોધનમાં હનીફાબેને શિબિરાર્થીઓને ખડક ચઢાણના આવા કોર્ષનું મહત્વ જણાવ્યું હતું. શિબિરાર્થીઓએ કેમ્પના પર્વતારોહણ તાલીમમાં સહભાગી આનંદ વ્યક્ત કર્યો હતો. તથા કુદરતી વાતાવરણમાં રહેવાની તેમજ તેઓ તેમના મિત્રોને પણ આવા કોર્ષ કરવા માટે પ્રેરણા આપશે. તેમ જણાવ્યું હતું.