બસની માંગ સાથે કરાયો હળવદ માળિયા હાઇવે વિધાર્થીઓએ કર્યો ચક્કાજામ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લામાં હમણાંથી ચક્કાજામની એક પેટન બની ગઈ હોય તેમ સુવિધા નો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ચકાજામ કરવામાં આવે છે,
હજુ બે ત્રણ દિવસ પહેલા જ હળવદના ધન્શયામપુર રોડ પર વિવિધ સમસ્યાઓ માટે મહિલાઓ દ્વારા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો, ત્યારે ગુરુવારે બપોરના હરીદશેન ચોકડી પાસે વિદ્યાર્થીઓ બસની માંગ હળવદ માળીયા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો,ચરાડવા સહિતના વિદ્યાર્થીઓએ હાઈવે ચક્કાજામ કર્યો હતો, અવારનવાર અનેક વાર રજૂઆત કરવા છતાં બસની વ્યવસ્થા નહીં કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં ચક્કાજામ કર્યો હતો અમદાવાદ માળીયા હાઈવે બસની માંગ સાથે હળવદમાં વિદ્યાર્થીઓએ ક ચક્કાજામ કરતા વાહનોનાં થપ્પા લાગ્યા હતા, વિધાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિધાર્થીઓ જણાવ્યું હતું કે મોટી મોટી ડંફાસો મારતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એક બાજુ મોટી વિકાસની વાતો કરે પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે બસ પણ ચાલુ કરાવી નથી સકતા અનેકવાર બસ ચાલુ કરવા રજૂઆત કરવા છતાં આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી ના છુટકે રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો, તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો વિધાર્થીઓ સાથે બોલાચાલી થતાં થોડીવાર વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.વિધાથીઓ માંગ પુરી કરવા માંગણી કરી હતી.