મુંઝવતા પ્રશ્ર્નો અને કલેક્ટર કચેરીની વહીવટી કામગીરીથી વિધાર્થી બહેનો અવગત થયાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
તાલાલા તાલુકાનાં ઘુંસિયા ગીર ગામની ડી.એસ.સી.પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી બહેનોએ ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય ની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંસ્થાના વિધાર્થી ભાઈ બહેનોમાં આત્મવિશ્વાસ વધે અને સકારાત્મક પરિવર્તન લાવવા સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ અંતર્ગત સંસ્થાની ધો.8 અને 9 ના વિધાર્થી બહેનોએ કલેકટરની મુલાકાત લીધી હતી.વિદ્યાર્થીનીઓએ નાગરિક સમાજ,શિક્ષણ તથા વ્યક્તિગત વિકાસ જેવા મહત્વના વિષયો પર કલેક્ટર સાથે સંવાદ કર્યો હતો.કલેક્ટરએ તેમના પ્રેરણાદાયી જીવનપ્રસંગો અને અનુભવો શેર કરીને વિદ્યાર્થી બહેનોને શ્રેષ્ઠતા હાંસલ કરવાની પ્રેરણા આપી હતી તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિભાવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.વિધાર્થી બહેનો મુંઝવતા પ્રશ્નો અને કલેક્ટર કચેરીની વહીવટી કામગીરી થી અવગત થયાં હતા. મુલાકાત દરમ્યાન શાળાના વાઈસ પ્રિન્સિપાલ જોસેફ સર અને અભયસર પણ ઉપસ્થિત રહ્યા હતા.ડી.એસ.સી.પબ્લિક સ્કૂલ નાં ટ્રસ્ટી મિથુનભાઈ મકવાણા એ સંસ્થા વતી કલેક્ટર નો આભાર વ્યક્તકર્યોહતો.