MBBSના 100 વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવા NSUIએ કરી હતી માગ
ખાસ-ખબર સંવાદદાતા
લાખાજીરાજ બોયઝ હોસ્ટેલના રૂમમાંથી પોપડાં ખરવાની ઘટના સામે આવી હતી. જેને લઈને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે પીડબલ્યુડીના અધિકારીને પત્ર લખી વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવા માટે રજૂઆત કરી હતી. જો કે, વિદ્યાર્થી નેતાની રજૂઆત સફળ રહી છે. લાખાજીરાજ હોસ્ટેલનું રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ ઇન્સ્પેકશન માટે પહોંચ્યા હતા.
- Advertisement -
આ અહેવાલને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી નેતાઓ બિરદાવી આભાર વ્યક્ત કરી રહ્યા છે.
તાજેતરમાં જામનગર અને જૂનાગઢમાં જર્જરિત મકાન પડવાની ઘટનામાં 5 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે રાજકોટમાં પણ 1940માં બનેલી લાખાજીરાજ મેડિકલ બોયઝ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. અહીં છતમાંથી પોપડા ખરતા 5 જેટલા રૂમ સાવ જર્જરિત બન્યા છે. તેમજ અન્ય કેટલાક રૂમોમાં પાણી પડી રહ્યા હોવાથી જૂની-પૂરાણી હોસ્ટેલમાં રહી મેડિકલનો અભ્યાસ કરતા ભાવિ ડોક્ટરો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા.
આ અંગેની જાણ થતાં એનએસયુઆઈ દ્વારા અહીં રહેતા વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી આ હોસ્ટેલનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી.