દર વર્ષે આ મહાનગરોને 10માંથી ચાર નાગરિકો શ્ર્વાસ સહિતની બિમારીનો ભોગ બને છે: વાયુ પ્રદુષણ મુખ્ય વિલન
ખાસ-ખબર સંવાદદાતા
દેશના મહાનગરોમાં અને મેટ્રોસીટીમાં પ્રદુષણ એ હવે રોજીંદી સમસ્યા બની ગઈ છે અને દિલ્હી તથા મુંબઈમાં એરકવોલીટી શિયાળા સમયમાં 369થી સતત ઉપર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એરકવોલીટી ઈન્ડેકસ સામાન્ય રીતે 102 હોય છે. તે સમયે હવે હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે, વાયુ પ્રદુષણ સહિતની સમસ્યાઓથી કંટાળીને દિલ્હી-મુંબઈના 60 ટકા નાગરિકો હવે આ મેટ્રોસીટી છોડવા માંગે છે.
પાટનગર દિલ્હીમાં તો વાયુ પ્રદુષણની સ્થિતિ અત્યંત ખરાબ છે અને વર્ષે દર વર્ષે તે સતત બગડતી રહી છે. દિલ્હીમાં અવારનવાર હવાની ગુણવતા અત્યંત નીચી જાય છે અને લોકોને ઝેરી હવામાં શ્ર્વાસ લેવો પડે તેવી સ્થિતિ છે.
શિયાળાના ત્રણ થીચાર માસ કે જે સ્વાસ્થ્ય બનાવવા માટે શ્રેષ્ઠ ગણાતા હોય તે સમયે જ બગડતા સ્વાસ્થ્યના કારણે તેમજ મહાનગરોની અન્ય સમસ્યાના કારણે મુંબઈ અને દિલ્હીનાં 50થી60 ટકા લોકો મહાનગર છોડવા માંગે છે. દિલ્હી અને મુંબઈમાં 10માંથી ચાર લોકો દર વર્ષે વાયુ પ્રદુષણને કારણે કોઈને કોઈ બિમારીનો ભોગ બને છે.