રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4: સુનામી એલર્ટ જાહેર કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 હતી. અમેરિકાની સુનામી વોર્નિંગ સિસ્ટમે પણ એલર્ટ જાહેર કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 9.3 કિમીની ઊંડાઇએ હતું.
- Advertisement -
અલાસ્કામાં ભૂકંપનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં અલાસ્કાના એક ઘરમાં ભૂકંપની અસર જોવા મળી શકે છે. વીડિયોમાં જોરદાર આંચકા વચ્ચે એક પિતા પોતાનાં બાળકો સાથે દોડતા જોવા મળે છે. તે પહેલાં પોતાના એક બાળકને ખોળામાં લઈને ભાગી જાય છે. આ દરમિયાન ઉતાવળમાં બીજી દીકરીનો હાથ છૂટી જાય છે. આ પછી તે તરત જ પાછા આવે છે અને ઝડપથી તેને પણ લઈને રૂૂમમાંથી નીકળી જાય છે.
2 વર્ષ પહેલાં 2021માં પણ અલાસ્કામાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ ત્યારે પણ સુનામીની ચેતવણી જારી કરી હતી. જોકે આનાથી કોઈ નુકસાન થયું નથી. 2020માં પણ અલાસ્કાના દક્ષિણ કિનારે 7.5 તીવ્રતાના ભૂકંપને કારણે સુનામીનાં મોજાઓ આવ્યાં હતાં, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.