મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના બે ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો ઝટકો સવારે 6.8 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. ત્યાં જ ભૂકંપનો બીજો ઝટકો સવારે 6.19 મિનિટ પર નોંધાયો હતો.
મહારાષ્ટ્રના હિંગોલીમાં ગુરૂવારે એક બાદ એક સતત બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા લગભગ 10 મિનિટના અંતર પર આવ્યા હતા. હિંગોલીમાં ભૂકંપનો પહેલો ઝટકો સવારે 6.8 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. ત્યાં જ ભૂકંપનો બીજો ઝટકો સવારે 6.19 મિનિટ પર નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી.
- Advertisement -
કેમ અને કેવી રીતે આવે છે ભૂકંપ?
ભૂકંપ કેવી રીતે આવે છે તેને સમજવા માટે આપણે વૈજ્ઞાનિક રીતે પહેલા પૃથ્વીની સંરચનાને સમજવું પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે તરલ પદાર્થ લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટ્સ તરી રહી છે. ઘણી વખત પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે.
વારંવાર અથડાવવાના કારણે ઘણી વખત પ્લેટ્સના ખૂણા વળી જાય છે અને વધારે દબાણ પડવા પર આ પ્લેટ્સ તૂટવા લાગે છે. એવામાં નીચેથી નિકળેલી ઉર્જા બહારની તરફ નીકળવાના રસ્તા શોધે છે. જ્યારે તેમાં ડિસ્ટર્બન્સ આવે છે તો ભૂકંપ આવે છે.