યુવાનની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવા બદલ જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
તાલાલા તાલુકાના ઉમરેઠી ગીર ગામના અનુસૂચિત જાતિ પરિવારના યુવાન સુરેશ બાલુભાઈ જાદવ ઉ.વ.22 ઉમરેઠી ગીર ગામેથી બાઈક ઉપર તાલાલા આવતા હતા ત્યારે પાછળથી બોલેરો પીક અપ ની ઠોકર મારતા યુવાનનું ઘટના સ્થળે મરણ થયું હતું.આ હત્યાને અકસ્માતમાં ખપાવવાના ઈરાદે કરાઈ હતી.અનુસુચિત જાતિના યુવાનની હત્યાને અકસ્માતમાં ખપાવવાના ષડયંત્રનો ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે કરેલ ઘનિષ્ઠ તપાસમાં ગણતરીના સમયમાં બનાવ નું સત્ય બહાર લાવી યુવાનના પરિવારને યોગ્ય ન્યાય આપવા બદલ તાલાલા તાલુકા અનુસૂચિત જાતિ સમાજે પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
જિલ્લા પોલીસ વડાને આપેલ આવેદનપત્રમાં ઉમરેઠી ગીર ગામના યુવાનની હત્યા કરી બનાવને અકસ્માતમાં ખપાવવા ગોઠવાયેલ પૂર્વયોજિત કાવતરામાં જે કોઈ સંડોવાયેલ છે તે તમામને ખુલ્લા પાડી અનુસૂચિત જાતિ યુવાનના હત્યારા ને કડક સજા કરવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે.આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં દુદાભાઈ સોંદરવા(રમળેચી), દિપકભાઈ જાદવ(તાલાલા)વિગેરે આગેવાનો જોડાયા હતા.