બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તેઓ સ્થાનિક ક્રિકેટ દ્વારા તેમની મેચ ફિટનેસ અને ફોર્મ જાળવી રાખે: સૌપ્રથમ તેઓ 24 ડિસેમ્બરે રમાનારી વિજય હજારે ટ્રોફી મેચમાં જોવા મળી શકે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દેશના બે દિગ્ગજ ક્રિકેટરો, વિરાટ કોહલી અને રોહિત શર્માને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. બોર્ડે તેમને કહ્યું છે કે જો તેઓ ઘઉઈં ટીમમાં રહેવા માંગતા હોય, તો તેમણે સ્થાનિક ઘઉઈં ટુર્નામેન્ટમાં ભાગ લેવો જ જોઇએ. બંને ખેલાડીઓ હવે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને ફક્ત ઘઉઈં ટીમમાં સક્રિય છે. તેથી, બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તેઓ સ્થાનિક ક્રિકેટ દ્વારા તેમની મેચ ફિટનેસ અને ફોર્મ જાળવી રાખે.
આ દિશામાં સૌપ્રથમ તેઓને 24 ડિસેમ્બરે રમાનારી વિજય હજારે ટ્રોફી મેચ તરીકે જોવામાં આવે છે. આ મેચ 3 થી 9 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ આફ્રિકા સામેની ઘઉઈં શ્રેણી અને 11 જાન્યુઆરીથી શરૂ થતી ન્યુઝીલેન્ડ શ્રેણી વચ્ચે સ્થાનિક કેલેન્ડરમાં એકમાત્ર ઘઉઈં મેચ છે. રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (ખઈઅ) ને જાણ કરી છે કે તે વિજય હજારે ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે. જોકે, હાલમાં વિરાટ કોહલીની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા નથી. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંનેને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ ભારત માટે રમવા માંગે છે, તો તેમણે ઘરેલુ ક્રિકેટ રમવું જ પડશે. કારણ કે તેઓ બે ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે.
તેથી ફિટનેસ અને લય જાળવવા માટે આ જરૂરી છે.” ગયા મહિને જ પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે પણ ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમે અગાઉ સ્પષ્ટ કરી દીધું છે કે ખેલાડીઓ જ્યારે પણ ઉપલબ્ધ હોય ત્યારે ઘરેલુ ક્રિકેટ રમવું જોઈએ. આ રીતે પોતાને શાર્પ રાખી શકાય છે, ખાસ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લાંબો વિરામ હોય.”
- Advertisement -
રોહિત શર્માએ સંકેત આપ્યો છે કે તે 26 નવેમ્બરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકે છે. તે હાલમાં મુંબઈમાં શરદ પવાર ઇન્ડોર એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છે. દરમિયાન, કોહલી હાલમાં લંડનમાં છે, અને બોર્ડને આશા છે કે તે ટૂંક સમયમાં ઘરેલુ સર્કિટમાં પાછો ફરશે.
બંને ખેલાડીઓએ છેલ્લી સિઝનમાં એક-એક રણજી ટ્રોફી મેચ રમી હતી. જાન્યુઆરીમાં, કોહલી 12 વર્ષ પછી દિલ્હી માટે મેદાનમાં ઉતર્યો હતો, જ્યારે રોહિત 10 વર્ષ પછી મુંબઈ માટે રમ્યો હતો.
રોહિતે તે સમયે કહ્યું હતું કે, “2019 થી, જ્યારે મેં નિયમિતપણે ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, ત્યારે મારી પાસે ઘરેલુ ક્રિકેટ માટે ખૂબ જ ઓછો સમય રહ્યો છે. આખું વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા પછી, થોડો આરામ જરૂરી છે. પરંતુ હવે અમે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.” પસંદગી સમિતિના વડા અજિત અગરકરે પણ સ્પષ્ટતા કરી હતી કે કોહલી અને રોહિત ટ્રાયલ પર નથી. તેમણે કહ્યું, “બંને ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ માટે ઘણું બધું હાંસલ કર્યું છે, ફક્ત ટ્રોફીમાં જ નહીં પરંતુ રનમાં પણ. આગામી વર્લ્ડ કપ (2027) સુધી હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે.
જો તેઓ એક ફોર્મેટ રમી રહ્યા છે અને લાંબા વિરામ પછી ઘરેલુ મેચ રમી રહ્યા છે, તો અમે તેમની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીશું.” અગરકરે એમ પણ ઉમેર્યું હતું કે 2027 સુધીમાં ઘણા ફેરફારો શક્ય છે, અને તે ફક્ત કોહલી અને રોહિત પર નિર્ભર રહેશે નહીં, પરંતુ ઘણા યુવા ખેલાડીઓની પરિસ્થિતિ પણ ત્યાં સુધીમાં બદલાઈ શકે છે.
બીસીસીઆઈની આ પહેલ એ સંકેત આપે છે કે બોર્ડ હવે અનુભવ અને પ્રદર્શન વચ્ચે સંતુલન શોધે છે. સ્થાનિક ક્રિકેટમાં પાછા ફરવાથી ખેલાડીઓની ફિટનેસ અને ટેકનિકની કસોટી થશે, પરંતુ તે યુવા ખેલાડીઓને સંદેશ પણ આપશે કે ” નામ નહીં પ્રદર્શન તમાં સ્થાન નક્કી કરશે.” કોહલી અને રોહિત માટે, સ્થાનિક ક્રિકેટમાં પાછા ફરવું એ માત્ર ઔપચારિકતા નહીં હોય; તે તેમના ફોર્મ અને ભવિષ્યની દિશા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.



