વેરાવળ બંદરમાં પુલ પરથી ગેરકાયદે પસાર કરતા ત્રણ ઓવરલોડેડ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા
આમ છતાં, કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદે ભારે વાહનો પસાર કરતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.1
જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સબંધિત વિભાગોને જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા સૂચના આપતાં, આજે GJ 10 TX 9883, GJ 03 BY 7419 GJ 03 BW 9114 નંબરના ઓવરલોડેડ બ્લેકટ્રેપ ખનિજના ટ્રક તપાસ દરમ્યાન ગેરકાયદેસર પસાર કરતા હોવાનું ધ્યાને આવતા આ ત્રણેય વાહનો ડિટેઈન કરી આગળની ધોરણસરની કાર્યવાહી આર.ટી.ઓ. કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વેરાવળ બંદર વિસ્તારમાં આવેલા પુલો જર્જરિત હાલતમાં હોવાથી જાહેર સુરક્ષાને ધ્યાને લઈને બહાર પાડવામાં આવેલ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા લોકોને અનુરોધ કરવામાં આવેલ હતો.
વધુમાં, કોઈપણ વ્યક્તિ દ્વારા લોકોની સુરક્ષાને નેવે મૂકીને આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેરનામામા ફરમાવવામાં આવેલ છે.