તાલાલાના ભીમદેવળ ગામે શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો મળી આવ્યો
298 કટ્ટા ઘઉં, 6 કટ્ટા ચોખા, 13 કટ્ટા બાજરો, 3 વજન કાંટા સહિત કુલ રૂ.5.23 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
ગીર સોમનાથ જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાયની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ભીમદેવળ ગામે સ.નં.77/પૈ.1 વાળી જમીનમાં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે મામલતદાર, તાલાલા તથા ટીમ દ્વારા ઘઉં-298 કટૃા, ચોખા-6 કટૃા, બાજરો-13 કટૃા, વજન કાંટા-3 તથા ટુવ્હીલર-1 એમ કુલ મળી રૂા.5,23,150/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.
વધુમાં જણાવવાનું કે, તા.25/06/2025 થી તા.01/07/2025 દરમ્યાન ડ્રાઇવ સ્વરૂપે શંકાસ્પદ સરકારી અનાજનો અનઅધિકૃત રીતે સંગ્રહ તથા પરિવહન કરતા લોકો વિરૂઘ્ધ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આકસ્મિક દરોડા પાડી ઘઉં-15830 કિ.ગ્રા., ચોખા-1005 કિ.ગ્રા., બાજરો-650 કિ.ગ્રા., વજન કાંટા-5, રીક્ષા-3, ટુ વ્હીલર-1, બોલેરો-1 તથા મહિન્દ્રા પીકઅપ-1 એમ કુલ મળી રૂા.10,29,225/- નો મુદ્દામાલ સીઝ કરી કડક સંદેશો આપ્યો છે.



