હૉસ્પિટલ તંત્ર નિષ્ક્રિય: કૂતરાંઓનો ઉપદ્રવ વધારે વધતો હોવાથી હુમલો થવાની ભીતિ
રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. એવું નથી કે શ્વાનનો આતંક માત્ર રાજકોટમાં જ છે. સમગ્ર દેશમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના પરિસરમાં રખડતા કૂતરાઓનો ઉપદ્રવ વધી ગયો છે. સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં સામે તેમજ પાર્કિંગ વોર્ડ વિસ્તારમાં કૂતરાંઓ ઘૂસી આવતા દર્દીઓ અને પરિજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. દર્દીઓના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલ તંત્ર નિષ્ક્રિય બેઠું છે. રાત્રિના સમયે કૂતરાંઓનો ઉપદ્રવ વધારે વધતો હોવાથી હુમલો થવાની ભીતિ રહે છે. હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે આવા કૂતરાંઓના આતંકથી સુરક્ષા પર પ્રશ્ર્નચિહ્ન ઉભું થયું છે. રાત્રી ના સમય દરમ્યાન દર્દીના પરિવારજનો માટે પણ મુશ્કેલી સર્જાઈ રહી છે સિવિલ હોસ્પિલ તંત્ર કોઈ જાનહાનિ થવાની રાહ જોતું હોય તેવું જોવા મળી રહ્યું છે.
- Advertisement -