IPL 2023 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી વાળી ગુજરાત ટાઈટન્સની સાથે નવો પ્લેયર જોડાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ઈજાના કારણે સંપૂર્ણ સીઝનથી બહાર થયા છે. તેમની જગ્યા પર શ્રીલંકાની ટીમના સીમિત ઓવર્સ ફોર્મેટના કેપ્ટન દાસુન શનાકાને ગુજરાત ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
IPL 2023 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનસી વાળી ગુજરાત ટાઈટન્સને હાલમાં જ એક મોટો ઝટકો લાગ્યો હતો. ઘુટણની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડની કેપ્ટન કેન વિલિયમસન આખી સીઝનથી બહાર થઈ ગયા છે. પરંતુ હવે રિપ્લેસમેન્ટની રીતે ટીમમાં એક શાનદાર પ્લેયર જોડાઈ ગયો છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
આ ખેલાડી શ્રીલંકાઈ ટીમના સીમિત ઓવર્સ ફોર્મેટના કેપ્ટન દાસુન શનાક છે. શનાકા ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની જેમ જ ઓલરાઉન્ડર છે. તે પોતાની બોલિંગ અને બેટિંગથી શાનદાર પ્રદર્શન કરે છે.
શનાકાએ અત્યાર સુધી 6 ટેસ્ટ મેચોમાં 140 રન બનાવ્યા અને 13 વિકેટ લીધી છે. જ્યારે 50 વનડે મેચોમાં 26.14ના સરેરાશથી 1098 રન બનાવ્યા છે. સાથે જ 17 વિકેટ પણ પોતાના નામે કરી છે. શનાકાએ અત્યાર સુધી 86 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં 1329 રન બનાવ્યા અને 25 વિકેટ લીધી છે.
See you soon, Kane!
Speedy recovery, #AavaDe pic.twitter.com/smaa7KXpzE
— Gujarat Titans (@gujarat_titans) April 2, 2023
50 લાખ રૂપિયામાં શનાકાને ખરીદવામાં આવ્યો
જણાવી દઈએ કે IPLની શરૂઆત શુક્રવારે શાનદાર ઓપનિંગ સેરેમનીની સાથે થઈ. જ્યાર બાદ થયેલા સીઝનના પહેલા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી હતી.
આ મેચમાં કેન વિલિમસનને ઈજા પહોંચી હતી અને ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા હતા. જણાવી દઈએ કે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ વિલિયમસનને 2023 મિની ઓક્શનમાં 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.
ગુજરાત ફ્રેન્ચાઈઝીએ રિપ્લેન્સમેન્ટ માટે દાસુન શનાકાને તેમના બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયાની સાથે જ ટીમમાં શામેલ કર્યા છે. હાલમાં જ ભારતીય ટીમના વિરૂદ્ધ ત્રણ ટી20 મેચોની સીઝનમાં દાસુન શનાકાએ 62ના સરેરાશ અને 187ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 124 રન બનાવ્યા હતા. તેના ઉપરાંત વન ડે સીરિઝમાં પણ તેમની ત્રણ ઈનિંગમાં કુલ 121 રન બનાવ્યા હતા.