સુરતના ભાજપ નેતાના પતિની પોસ્ટ
અગાઉ વડોદરામાં પણ ભાજપના હોેદેદારોએ બંગાળની સીટ પરથી ચૂંટાયેલા યુસુફ પઠાણ વિરૂદ્ધ ટિપ્પણી કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.7
રાજસ્થાનમાં ભાજપના નબળા પ્રદર્શન બાદ સુરત શહેર ભાજપ ઉપાધ્યક્ષ તેજલબેન કાપડિયાના પતિ વિક્રાંત શ્યામ કાપડિયાએ ફેસબુક પર યુપી અને રાજસ્થાનના લોકોનો બહિષ્કાર કરવાની અપીલ કરતી વિવાદિત પોસ્ટ લખી છે.
આ પોસ્ટમાં બંને રાજ્યના લોકોનો બહિષ્કાર કરવાનું કહીને તેમની પાસેથી કોઈ ખાવા-પીવાનું કે વસ્તુ ન ખરીદવા તેઓ પોસ્ટમાં કહે છે. જેને કોંગ્રેસના નેતા અસ્લમ સાઈકલવાળાએ વાઈરલ કરી છે અને કહ્યું છે કે, પહેલા સુરત ભાજપમાં રહેલા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના નેતાઓનો બહિષ્કાર કરો પછી બીજા માટે આવી જાહેર અપીલ કરવી જોઈએ.
- Advertisement -
ભાજપના મહિલા નેતાના પતિ દ્વારા જ આ પ્રકારે પોસ્ટ કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું. તો એક દિવસ પહેલા ગુરુવારે વડોદરામાં ભાજપના હોદ્દેદારે પણ યુસુફ પઠાણ માટે વિવાદિત પોસ્ટ કરી હતી.
યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સીટ પરથી ચૂંટણી જીતી જતા વડોદરાના પૂર્વ મેયર અને ભાજપ અગ્રણીએ નામ લખ્યા વગર પોસ્ટ કરી કે, વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘુસણખોરોની હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે.