કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ હાલમાં ચીન અંગે આપેલા નિવેદનથી વિવાદ ઉભો થઇ ગયો છે. તેમનું માનવું છે કે, ભારતે ચીનને દુશ્મન દેશ માનવાનું બંધ કરી દેવું જોઈએ. હવે તેમના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા છે. આગાઉ પણ સામ પિત્રોડા પોતાની નિવેદનબાજીને લઈને ચર્ચામાં રહી ચૂકયા છે.
શું કહ્યું સામ પિત્રોડાએ?
- Advertisement -
મીડિયા રિપોર્ટ અનુસાર સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, ‘મને ખબર નથી પડતી કે ચીનથી શું ખતરો છે? મને લાગે છે કે આ મુદ્દાને હંમેશા વધારે પડતો ચગાવવામાં આવે છે. કારણ કે, અમેરિકાનો સ્વભાવ દુશ્મન બતાવવાનો છે. હવે સમય આવી ગયો છે કે બધાં દેશો એકજુટ થઇ જાય અને એકબીજા સામે અથડામણ ન કરે.’
હકીકતમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબના તેમણે કહ્યું હતું કે, ‘શરૂઆતથી જ આપણું વલણ બીજા સાથે અથડામણ કરવાનું રહ્યું છે અને આ જ પદ્ધતિ દુશ્મનો બનાવે છે. જેને લઈને પહેલા દેશમાં સમર્થન ઉભું કરવામાં આવે છે. આપણે આ માનસિકતાને બદલવી પડશે અને ચીન પહેલાથી જ આપણું દુશ્મન છે તેવું માનવાનું બંધ કરવું પડશે. આ ખોટી બાબત છે તે ફક્ત ચીન માટે જ નહી પરંતુ બધા માટે ખોટું છે.’
ભાજપ થયું હમલાવર
- Advertisement -
ભાજપના પ્રવક્તા તુહિન સિન્હાએ આ મુદે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘જે લોકોએ આપણી 40 ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી દીધી અને તે લોકોને હવે ચીનથી કોઈ ખતરો નથી દેખાઈ રહ્યો. આ કોઈ આશ્ચર્યની વાત નથી રાહુલ ગાંધી ચીનથી ડરે છે અને IMEEC (India-Middle East-Europe Corridor)ની ઘોષણાના એક દિવસ પહેલા તેઓ BRI (Belt and Road Initiative) પર ભાર મૂકી રહ્યા હતા. ચીન પ્રત્યે કોંગ્રેસ પાર્ટીના આકર્ષણનું રહસ્ય વર્ષ 2008માં કોંગ્રેસ અને CCP (Communist Party of China) વચ્ચે થયેલા MOU છે.’