– બારીના કાચ તૂટયા
વડાપ્રધાન મોદીએ 30 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં હાવરા અને ન્યુ જલપાઈગુડીને જોડતી વંદેભારત એકસપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી, બાદમાં હાલમાં આ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બહાર આવી છે, જેથી ટ્રેનની બારીના કાચને નુકસાન થયું છે.
- Advertisement -
West Bengal | Stones pelted at Vande Bharat Express connecting Howrah to New Jalpaiguri, 4 days after its launch. The incident took place near Malda station. pic.twitter.com/Nm3XOmffpR
— ANI (@ANI) January 3, 2023
- Advertisement -
માલદા જિલ્લાના કુમારગંજમાં આ ઘટના બની છે. ભાજપે આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે અને ટીએમસી કાર્યકર્તાઓએ વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ આ ઘટનાને ટીએમસીનું કાવતરું ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા છતીસગઢમાં વંદે ભારત એકસપ્રેસ ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.