ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જીલ્લાના રાજુલા શહેરમા રાત્રીએ પથ્થર મારાની ધટના બની હતી. રાજુલા શહેરના તત્વ જ્યોતી વિસ્તારમાં અચાનક તંગદિલીનુ વાતાવરણ સર્જાયું હતું. એક જ સમાજના બે જૂથો વચ્ચે કોઈ અજાણી બાબતને લઈ બંન્ને જૂથો સામસામે આવી જતાં એકબીજા પર પથ્થર મારો કર્યો હતો. આ ધટના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
- Advertisement -
અચાનક જ પથ્થરાથી રસ્તા પર ભાગદોડ મચી ગઇ હતી. અને થોડા સમય માટે સ્થિતિ તંગ બની હતી. જોકે આ ધટનાની જાણ રાજુલા પીઆઇ એ.ડી. ચાવડાને થતાં તાત્કાલિક પોલીસ કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો.
અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રાજુલા પોલીસ દ્વારા હાલ તત્વ જ્યોતી વિસ્તારમાં ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કયા કારણોસર પથ્થરાની ધટના પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અને બન્ને જૂથો વચ્ચે વિવાદ શેના કારણે થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



