સેન્સેક્સ 3000 પોઈન્ટ વધીને 77,600 પર ટ્રેડિંગ: નિફ્ટી પણ 900 પોઈન્ટ ઉપર: ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વૈશ્ર્વિક રાજકારણમાં આવેલા મોટા વળાંકની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર 2 અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત થતા જ આજે એટલે કે બુધવાર, 8 એપ્રિલના રોજ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ નવી ઊંચાઈઓને સ્પર્શ કર્યો છે.
શેરબજાર ખુલતાની સાથે જ તેજીના ટ્રેક પર દોડવા લાગ્યું હતું. હાલ સેન્સેક્સ 3000 પોઈન્ટ (3.95%) ના તોફાની ઉછાળા સાથે 77,600 પર કારોબાર કરી રહ્યો છે. તેની સામે નિફ્ટી પણ પાછળ નથી, નિફ્ટીમાં 900 પોઈન્ટ (3.80%) નો વધારો નોંધાયો છે અને તે 24,000 ની મહત્વપૂર્ણ સપાટી પર પહોંચી ગયો છે. બજારના નિષ્ણાતો માને છે કે જો સ્થિતિ આવી જ રહી તો આજે બજાર ઐતિહાસિક ક્લોઝિંગ આપી શકે છે.
આજના કારોબારમાં સૌથી વધુ તેજી ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ સેક્ટરમાં જોવા મળી રહી છે. ઓટો અને રિયલ્ટી ઇન્ડેક્સ: આ બંને ઇન્ડેક્સ લગભગ 5% જેટલા વધ્યા છે. સરકારી બેંક અને મેટલ ઇન્ડેક્સ: અહીં પણ 3% થી વધુની તેજી જોવા મળી છે. ઋખઈૠ અને ઓઇલ એન્ડ ગેસ: આ સેક્ટર્સમાં પણ 2% થી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવામાં પાકિસ્તાન અને ચીનની મધ્યસ્થી મહત્વની સાબિત થઈ છે. બંને દેશોએ આગામી 14 દિવસ સુધી કોઈ પણ પ્રકારના હુમલા ન કરવા માટે સહમતિ દર્શાવી છે. આ સમજૂતી અંતર્ગત અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન એકબીજાના સૈન્ય મથકો કે સરહદો પર હુમલા રોકશે. સૌથી મહત્વની વાત એ છે કે, ઈરાની સેનાની મદદથી હોર્મુઝ સ્ટ્રેટ (જિફિંશિં જ્ઞર ઇંજ્ઞળિીુ) માંથી વેપારી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ર્ચિત કરવામાં આવશે. આ નિર્ણયથી વૈશ્ર્વિક સપ્લાય ચેઈન અને ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા આવવાની આશા જાગી છે.
થોડા દિવસો પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો રોકવામાં આવશે, તો તેઓ ઈરાની સભ્યતાને તબાહ કરી દેશે. આ ધમકી બાદ બજારમાં અનિશ્ર્ચિતતા હતી, પરંતુ યુદ્ધવિરામની જાહેરાતે બજારને બૂસ્ટર ડોઝ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 7 એપ્રિલે પણ બજારમાં સતત ચોથા દિવસે તેજી રહી હતી, જેમાં સેન્સેક્સ 510 પોઈન્ટ વધીને 74,617 પર બંધ થયો હતો. આજે આ તેજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે.



