મજબૂત વૈશ્વિક સંકેતોને પરિણામે મુખ્ય સુચકાંકો લીલા નિશાન પર બંધ રહ્યા હતા. આજે બીએસસી સેન્સેક્સમાં 240 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે મોટાભાગના શેર લાલ નિશાન પર બંધ થયા હતા. જેને પરિણામે બીએસસી સેન્સેક્સ 240 પોઇન્ટ ના વધારા સાથે 62, 787 પણ બંધ રહ્યો હતો. તે જ રીતે નિફ્ટીમાં પણ 60 આંકનો જબરો વધારો જોવા મળ્યો હતો. પરિણામે નિફ્ટી 18,593 પણ બંધ રહ્યો હતો. બજારની આ તેજીમાં ઓટો સેક્ટર મોખરે રહ્યા હતા. જેમાં રોકાણકારો ફાવ્યા હતા.
- Advertisement -
આ શેરમાં રહ્યો વધારો
આજે એમ એન્ડ એમમાં 4.10 ટકાનો વધારો થયો હતો. જે ઇન્ડેક્સમા ટોપ ગીયરમાં છે. જ્યારે એક્સીસ બેંકમાં 2.80 ટકા નો વધારો નોંધાયો હતો. તેજ રીતે ટાટા મોટર્સમાં 1.90 ટકા અને એલએન્ડટી માં 1.50 ટકા જેટલો વધારો નોંધાયો હતો. બીજી બાજુ ડીવીલસ લેબમાં 1.45 ટકા ઘટાડો થયો છે. તો ટેક મહિન્દ્રાને પણ મંદી નડી હોય તમે 1.20 ટકા ઘટ્યો હતો. આ બનેં શેર ટોપ લુઝરની યાદીમાં રહ્યા છે. વધુમાં એસિયન પ્લાન 1.15 ટકા અને નેસ્ટલ 1 ટકા ઘટ્યો હતો.