ઉત્તમ વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે ખુલ્યું તો એશિયન બજારોમાં ઉછાળો
આજે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની નબળી શરૂઆત થઈ છે. વાસ્તવમાં ઉત્તમ વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે ખુલ્યું. એશિયન બજારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ BSE સેન્સેક્સ 123 પોઈન્ટ ઘટીને 81,471 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 13 પોઈન્ટ ઘટીને 24985 પોઈન્ટ પર છે.
- Advertisement -
આ શેરોમાં જોવા મળશે હલચલ
આજે જે શેરોમાં હલચલ જોવા મળી શકે છે. હાલમાં જ શેરબજારમાં લિસ્ટ થયેલા આર્કેડ ડેવલપર્સના શેર પર પણ નજર રાખવામાં આવશે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 6.5 કરોડથી વધીને રૂ. 30 કરોડ થયો છે અને આવક રૂ. 61 કરોડથી વધીને રૂ. 125 કરોડ થઈ છે. મઝગાંવ ડોકને મહારાષ્ટ્ર પાવર જનરેશન તરફથી $1.22 બિલિયનનો ઓર્ડર મળ્યો છે. IREDA એ પણ ઉત્તમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે.
આવો જાણીએ શું છે વૈશ્વિક બજારની સ્થિતિ ?
- Advertisement -
એશિયન દેશોના શેરબજારો જોરદાર ઝડપે ટ્રેડ થઈ રહ્યા છે. નિક્કી 0.59 ટકા, સ્ટ્રેટ ટાઇમ્સ 0.20 ટકા, તાઇવાન વેઇટેડ 1.32 ટકા, કોસ્પી 0.26 ટકા, જકાર્તા 0.70 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જો કે ચીનનું શેરબજાર શાંઘાઈ કમ્પોઝીટ 1.56 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.