- બેંક, ઓટો, ફાર્મા સહિત તમામ ક્ષેત્રોના શેરોમાં ગાબડા
મુંબઈ શેરબજારમાં આજે નવા સપ્તાહના પ્રારંભે મંદીનું તીવ્ર મોજુ ફરી વળ્યુ હતું અને આક્રમક વેચવાલીના દબાણ હેઠળ સેન્સેકસમાં 800 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો. શેરબજારમાં આને માનસ મંદીનું હતું. વિશ્વબજારોની મંદીનો પ્રત્યાઘાત હતો. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનો નવો દોર શરુ થયાની નેગેટીવ અસર હતી.
વૈશ્વીક મંદીના ભણકારા, ક્રુડમાં તેજી, મોંઘવારી વધુ વકરવાના એંધાણ જેવા કારણોથી નવી ખરીદીમાં ખચકાટ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આર્થિક ચિત્ર નબળુ ગણાતુ હોવાથી માનસ નબળુ છે અને ટુંકાગાળામાં બદલાવ જણાતો નથી. કોર્પોરેટ પરિણામોની અસર આવતા દિવસોમાં દેખાશે. શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા હતા.
- Advertisement -
એશિયન પેઈન્ટસ, ભારતી એરટેલ, એચડીએફસી, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાઈટન, ટાટા મોટર્સ, હિરો મોટો, ડીવીસ લેબમાં ગાબડા હતા. ટીસીએસ, એકસીસ બેંક, પાવરગ્રીડ, કોલ ઈન્ડીયા, અંબુજા સિમેન્ટ મજબૂત હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 700 પોઈન્ટના કડાકાથી 57491 હતો. જે ઉંચામાં 57625 તથા નીચામાં 57365 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 212 પોઈન્ટ ગગડીને 17102 હતો તે ઉંચામાં 17149 તથા નીચામાં 17064 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાનું ધોવાણ ચાલુ રહ્યું હોય તેમ 82.40 સાંપડયો હતો.