સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે સ્થાનિક શેરબજારે ટ્રેડિંગની ખૂબ જ નબળી શરૂઆત કરી. ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ભારે ઘટાડો થયો હતો. સેન્સેક્સે 550 પૉઇન્ટથી વધુના નુકસાન સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી, જ્યારે નિફ્ટી ખુલતાની સાથે જ 20 હજાર પૉઇન્ટની નીચે આવી ગયો હતો.
સવારે 9:20 વાગ્યે સેન્સેક્સ 508 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 67,090 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 147 પોઈન્ટથી વધુ ઘટીને 19,985 પોઈન્ટની નજીક હતો.
- Advertisement -
બજાર ખુલતા પહેલા જ દબાણના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા હતા. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સ 765 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો અને 66,850 પોઈન્ટની નીચે ગયો હતો. તે જ સમયે, નિફ્ટી 150થી વધુ પોઈન્ટના નુકસાન સાથે 20 હજાર પોઈન્ટની નીચે ગયો હતો. આજે સ્થાનિક બજારો સતત બીજા દિવસે નુકસાનમાં રહી શકે છે.
આ પહેલા સોમવારે સ્થાનિક બજારનો 11 દિવસનો સતત ઉછાળો અટકી ગયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 241.79 પોઈન્ટ અથવા 0.36 ટકા ઘટીને 67,596.84 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 59.05 પોઈન્ટ અથવા 0.29 ટકાના ઘટાડા સાથે 20,133.30 પોઈન્ટ પર બંધ થયો હતો. મંગળવારે ગણેશ ચતુર્થી નિમિત્તે સ્થાનિક બજારો બંધ રહ્યા હતા અને કોઈ વેપાર થયો ન હતો.
બેંકિંગ સેકટરના શેર શરૂઆતના વેપારમાં ખરાબ દેખાઈ રહ્યા છે. એચડીએફસી બેન્કનો શેર સેન્સેક્સ પર સૌથી વધુ ઘટ્યો હતો, જે શરૂઆતના વેપારમાં લગભગ 2.50 ટકા ઘટ્યો હતો. ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેરોમાં પણ 1 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શરૂઆતના ટ્રેડિંગમાં, સેન્સેક્સના 30માંથી માત્ર 10 શેર જ નજીવા વધારા સાથે ગ્રીન ઝોનમાં હતા.
- Advertisement -