શેરબજારમાં સોમવારે 2222 પોઈન્ટ તૂટ્યા બાદ સળંગ બે દિવસ ઈન્ટ્રા ડે 2000 પોઈન્ટ સુધીની રિકવરી જોવા મળી છે. આજે સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળી 79639.20ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જે નીચામાં 79106.28 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 11.03 વાગ્યે 839.15 પોઈન્ટ ઉછળી 79432.22 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટીએ ગઈકાલે 23992.55 પર બંધ આપ્યા બાદ આજે ફરી 24000નું લેવલ પાછું મેળવ્યું છે. 11.04 વાગ્યે 1.35 ટકા અથવા 325.35 પોઈન્ટ ઉછાળા સાથે 24317.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
- Advertisement -
રોકાણકારોની મૂડી 7 લાખ કરોડ વધી
બીએસઈ ખાતે આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ 3787 સ્ક્રિપ્સ પૈકી 2774માં સુધારો અને 877 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે સાર્વત્રિક સુધારાની ચાલ સાથે રોકાણકારોની મૂડી રૂ. 7 લાખ કરોડ વધી છે. 185 શેર્સમાં અપર સર્કિટ અને 215 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 141 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે એનર્જી 2.97 ટકા, હેલ્થકેર 1.61 ટકા, આઈટી 1.53 ટકા, ઓટો 1.36 ટકા, કેપિટલ ગુડ્સ 2.12 ટકા, મેટલ 3.04 ટકા, ઓઈલ એન્ડ ગેસ 3.58 ટકા, પાવર 1.45 ટકા, રિયાલ્ટી 1.58 ટકા, ટેક્નોલોજી 1.27 ટકા અને એફએમસીજી 1.24 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. સ્મોલકેપ અને મીડકેપમાં પણ 2 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
- Advertisement -
FIIની વેચવાલીને DIIનો ટેકો
વિદેશી રોકાણકારોની વેચવાલીને સ્થાનિક રોકાણકારો જબરદસ્ત ટેકો આપી રહ્યા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત લેવાલી નોંધાવી માર્કેટને મંદીના પ્રવાહમાં ધસી જતાં બચાવી રહ્યા છે. ગઈકાલે વિદેશી રોકાણકારોએ વધુ રૂ. 3531.24 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું, જેની સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3357.45 કરોડની નેટ ખરીદી દર્શાવી છે.
માર્કેટમાં સુધારા પાછળનું કારણ
વૈશ્વિક સ્તરે શેરબજારમાં સાર્વત્રિક સુધારાના માહોલના સથવારે ભારતીય શેરબજાર પણ ગ્રીન સિગ્નલમાં આગળ વધી રહ્યા છે. અમેરિકાની ફેડ રિઝર્વના સત્તાધીશોએ અમેરિકામાં સર્જાયેલી મંદીની ચિંતાઓ ઘટાડવા પગલાં લેવાની જાહેરાત કરતાં રોકાણકારોએ રાહતના શ્વાસ લીધે છે. અમેરિકી શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસ સુધી મોટો કડાકો નોંધાયા બાદ ગઈકાલે સુધર્યા હતા. યુરોપિયન બજારમાં પણ મજબૂત રિકવરી જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ પણ વ્યાજદરમાં વધારાની જાહેરાતને પચાવી રિકવરી મોડ પર આગેકૂચ કરી રહ્યો છે. માર્કેટ નિષ્ણાત અનુસાર, પોલિસી મેકર્સ જ્યાં સુધી કોઈ ચોક્કસ સ્પષ્ટતા કે નિર્ણય ન લે ત્યાં સુધી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ યથાવત છે. તેમજ પડોશી દેશમાં પણ બળવોની અસર મહ્દ અંશે જોવા મળી શકે છે.