ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો ટીમ ઈન્ડિયા સામે પરાજય થયો હતો અને હારથી નિરાશ થઇને સ્ટીવ સ્મિથે નિવૃત્તિ જાહેર કર્યાનું મનાય છે.
ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટથી બહાર…
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા સામે પરાજય સાથે ઓસ્ટ્રેલિયા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ ગયું છે. સ્ટીવ સ્મિથ માટે ટીમ ઈન્ડિયા સામેની સેમિફાઈનલ જ તેની કારકિર્દીની છેલ્લી વન-ડે રહી છે. 35 વર્ષીય ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ અને ટી20 મેચ રમતો દેખાશે. તેણે નિવૃત્તિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘ખૂબ જ યાદગાર કારકિર્દી રહી છે. હું પ્રત્યેક પળ મારા માટે ખાસ રહી છે. મારી અદ્ભૂત ટીમ સાથે મળી બે વર્લ્ડ કપ જીતવુ મારી કારકિર્દીનો સૌથી મહત્ત્વનો દિવસ રહ્યો છે. ટીમના અન્ય ખેલાડીઓ માટે વનડે વર્લ્ડ કપ 2027ની તૈયારી કરવાની સારી તક છે.’
- Advertisement -
કેવો છે સ્ટીવ સ્મિથનો રેકોર્ડ
વન ડેમાં સ્ટીવ સ્મિથથી કારકિર્દી શાનદાર રહી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 170 મેચમાં 5800 રન બનાવ્યા છે. સ્મિથે આ ફોર્મેટમાં 12 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ વન ડે સ્કોર 164 રન છે. સ્મિથે ઘણી વાર ભારત સામે પણ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તેણે વન ડે ક્રિકેટને અલવિદા કહી સૌને ચોંકાવી દીધા છે.
ટીમ ઈન્ડિયા સામે સ્મિથનું પર્ફોર્મન્સ
- Advertisement -
સ્મિથે પોતાની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ 30 વનડે મેચ રમી છે. જેમાં તેણે 1383 રન ફટકાર્યા છે. સ્મિથે ટીમ ઈન્ડિયા સામે પાંચ સદી અને સાત અર્ધસદી બનાવી છે. સ્મિથે સૌથી વધુ વનડે રન ભારત વિરૂદ્ધ જ બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 40 મેચમાં 1245 રન બનાવ્યા છે.